હિતોનો ટકરાવ: કેપ્ટન કોહલીની વિરૂદ્ધ ફરિયાદની તપાસ કરશે BCCIના એથિક્સ અધિકારી

examining conflict of interest complaint against virat kohli bcci ethics officer Hito na takrav Kohli ni viruddh fariyad ni tapas karse BCCI na ethics officer

BCCIના એથિક્સ અધિકારી ડી કે જૈને રવિવારે કહ્યું કે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિરૂદ્ધ મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ હિતોના ટકરાવની ફરિયાદની તપાસ કરશે. ગુપ્તાએ આ પહેલા પણ બીજા ખેલાડીઓ વિરૂદ્ધ પણ આ પ્રકારના આરોપ લગાવ્યા હતા. જેને પાછળથી રદ કરવામાં આવ્યા હતા.

examining conflict of interest complaint against virat kohli bcci ethics officer Hito na takrav Kohli ni viruddh fariyad ni tapas karse BCCI na ethics officer

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં ફરી એક વખત પોલીસની દાદાગીરી, ખાખી વર્દીનો રોફ જમાવી દુકાનદાર પર લાઠીઓ વરસાવી

ગુપ્તાએ પોતાની નવી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોહલી એક સાથે બે પદ પર ફરજ બજાવે છે. તે ભારતીય ટીમના કેપ્ટન અને એક એવી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના સહનિર્દેશક છે. જે ટીમના ખેલાડીઓના મેનેજમેન્ટનું કામ જોવે છે. ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે આ BCCIના સંવિધાનનું ઉલ્લંઘન છે. જે એક વ્યક્તિને અન્ય પદો પર રહેવાથી રોકે છે.

READ  છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડી કે જૈને કહ્યું કે મને એક ફરિયાદ મળી છે, હું તેની તપાસ કરીશ અને પછી જોઈશ કે કોઈ કેસ બને છે કે નહીં. જો કેસ બને છે તો મારે જવાબ આપવા માટે કોહલીને એક તક આપવી પડશે. ગુપ્તાએ દાવો કર્યો કે છે કોહલી કોર્નસ્ટોન વેન્ચર પાર્ટનર્સ LLP અને વિરાટ કોહલી સ્પોર્ટસ LLPમાં નિર્દેશક છે. આ કંપનીમાં અમિત અરૂણ સજદેહ અને બિનોય ભરત ખિમજી પણ સહ-નિર્દેશક છે. આ બંને કોર્નરસ્ટોન સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેડ લિમિટેડનો ભાગ છે. કોર્નરસ્ટોન સ્પોર્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં કોહલીની ભૂમિકા નથી.

READ  વડોદરા: શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, બસ આગમાં બળીને થઈ ખાખ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments