એગ્ઝિટ પોલના પરિણામોથી થોડી જ કલાકોમાં અનિલ અંબાણીને થઇ કરોડોની કમાણી, નાદારીની પરીસ્થિતીમાં અનિલ અંબાણીના ચહેરા પર જોવા મળી ખુશી

ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા. મોટા ભાગના એગ્ઝિટ પોલમાં ભાજપ-એનડીએની જીત જોવા મળી રહી છે. જેની અસર શેરબજાર પર પડી અને સેન્સેક્સમાં 10 વર્ષનો સૌથી મોટો 1421 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો: ચૂંટણીના એગ્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટો વિવેક ઑબેરોયે TWEET કર્યો અને વિવાદમાં ફંસાઈ ગયો

એગ્ઝિટ પોલની અસરથી શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 3%નો વધારો જોવા મળ્યો હતો. શેરબજારની તેજીની અસર મંદીમાં ચાલી રહેલ અનિલ અંબાણીની ADAG ગ્રૂપ કંપનીઓ પર પણ પડી અને કંપનીના શેરના ભાવમાં 4%થી 12% સુધીનો ઉછાળો આવ્યો.

 

 

દિવસ દરમિયાન રિલાયંસ પાવરમાં 11.72%, રિલાયંસ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટમાં 9.96% અને રિલાયંસ કેપિટલમાં 9.26%નો વધારો જોવા મળ્યો હતો.

 

Rain in parts of Gujarat brings relief from intense heat | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk13

Read Previous

TVના પરદા પર અચાનક આ ચેનલ આવી અને ચૂંટણીનું મતદાન પૂરું થયાની સાથે ગાયબ થઈ ગઈ છે

Read Next

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોનું એગ્ઝિટ પોલ, કોની થશે જીત અને કોની થશે હાર

WhatsApp પર સમાચાર