સુરત આગકાંડ: બિલ્ડીંગમાં આગ લાગતા એક વિદ્યાર્થીએ નીચે કુદકો મારીને પોતાનો જીવ બચાવ્ચો, જુઓ વીડિયો

સુરત બિલ્ડીંગમાં લાગેલી આગમાં એક વિદ્યાર્થીએ કોઈ રાહ જોયા વગર ચોથા માળેથી કુદકો મારીને નીચે આવી ગયો હતો અને પોતાનો જીવ બચાવ્યા હતો. તેને કોઈ પ્રકારની ઈજાઓ પણ પહોંચી નથી.

એક બાજુ આગ અને બીજી બાજુ ચાર માળ ઉપરથી નીચે કુદવા પર ગંભીર ઈજા પહોંચવાના જોખમ સામે બંને બાજુ મોતને નજીકથી જોતા આ વિદ્યાર્થીએ કુદકો લાગાવીને પોતાનો જીવ બચાવ્યો હતો અને નીચે લોકોએ તેને બચાવી લીધો હતો.

 

READ  Maharashtra : Ex-encounter cop named in extortion case - Tv9

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અત્યાર સુધી કુલ 23 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદ ફાયર ટીમના અધિકારી પણ ઘટના સ્થળે તપાસ કરવા માટે પહોંચી ગયા છે અને થોડા સમયમાં જ FSLના અધિકારીઓ પણ તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચશે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તૈયાર કરીને સરકારને આપવામાં આવશે.

આ પણ વાંચો: સુરત આગકાંડ: અમદાવાદ ફાયર ટીમના અધિકારી એમ.એ દસ્તુર તપાસ માટે પહોંચ્યા, જુઓ વીડિયો

FB Comments