VIDEO: રાજકોટમાં સારા કવરેજ માટે 8 સ્થાનિક પત્રકારોને કલેકટર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ

EXPOSED! Rajkot collector offers bribe to journalists for her publicity Rajkot ma sara coverage mate journalists ne collector dwara lanch aapavano prayas

રાજકોટમાં સામે આવ્યું છે કવર કાંડ 50 હજારનો ચેક લઈ જાઓ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો સારો એવો પ્રચાર કરો. સ્થાનિક વહીવટી તંત્રએ પત્રકારોને ખુલ્લેઆમ લાંચની ઓફર કરતાં હડકંપ મચ્યો છે. જેમાં સમાચાર પત્ર ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકારે ચેક પરત કરતાં કૌભાંડનો ખુલાસો થયો છે.

 

આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ હતી. આ દરમિયાન પ્રિન્ટ મીડિયામાં કાર્યક્રમના સારા પ્રચાર માટે 8 સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહી વાળા ચેક અપાયા હોવા છતાં કલેક્ટર એવો દાવો કરી રહ્યા છે કે બધુ નિયમાનુસાર થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  SWOT Analysis of CM Anandiben Patel's Two-Year Rule - Tv9 Gujarati

કલેક્ટર રમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના 8 અખબારોના પત્રકારોને લાંચ પેટે રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું છે. આ 8 અખબારોમાંથી ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકારને પણ 50,000નો ચેક આપવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી

 

 

પરંતુ ભાસ્કરના પત્રકારે માત્ર પુરાવા એકત્રિત કરવાના ભાગરૂપે ચેક લીધા બાદ અધિક કલેક્ટર પરિમલ પંડ્યા પાસે રૂબરૂ જઈને રૂપિયા 50,000નો ચેક પરત આપી દીધો હતો. પરંતુ ઘટનાને લઈ સ્થાનિક વહીવટી તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments