જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર

Extortion racket in Sabarmati Jail : Court grants remand of Vishal Goswami & aides till Jan 27

વિશાલ ગોસ્વામી દ્વારા જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં 27 જાન્યુઆરી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે વિશાલ ગોસ્વામી સહિત 3 લોકોને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. આ અંગે આરોપીનાં વકીલે દલીલ કરી કે, માત્ર ઇન્ટ્રોગેશન માટે 30 દિલસનાં રિમાન્ડ ન આપવામાં આવે. આ સાથે વકીલે દહેશત પણ વ્યક્ત કરી કે, આરોપીઓનું એનકાઉન્ટર પણ થઇ શકે છે.

READ  VIDEO: 2 બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

આ પણ વાંચોઃ ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા

જેથી આ ત્રણેવનાં 27મી તારીખનાં ચાર વાગ્યા સુધીનાં સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં જેલમાં તે કઇ રીતે અને કોની કોની સાથે વાતો કરતો હતો તે જાણવામાં આવશે. વિશાલ અને તેના સાગરીતોની પૂછપરછ કરવા. સાથે જ તેમના વોઈસ સ્પેક્ટરોગ્રાફી કરવા. અને ખંડણીથી મળેલા પૈસા ક્યાં રોક્યા તે સહિતની વિગતોની જાણકારી માટે 30 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી.

READ  Bharuch double murder case plotters used RSA, UAE sim cards - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, સાબરમતી જેલમાંથી વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે વિશાલ ગોસ્વામી ગેંગનાં સભ્યો સામે ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. આ કેસમાં વિશાલ ગોસ્વામી, અજય ગોસ્વામી અને રિંકુ ગોસ્વામીની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.

READ  VIDEO: ગાંધીનગરમાં એક જ્વેલર્સમાં લૂંટના ઇરાદે ગ્રાહક બનીને આવેલા ત્રણ શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments