આ બે દિવસ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે ક્યાં વિસ્તારમાં વરસાદની કરી આગાહી

સતત એક અઠવાડીયા સુધી રાજ્યને ધમરોળ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. જો કે હવે ફરીવાર મેઘરાજા ગુજરાત પર મહેરબાન થવાની તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓડીશા અને બંગાળ પર દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને પગલે આગામી 14 અને 15 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

READ  VIDEO: શું આ PSI આપી રહ્યા હતા આરોપીને ઘરે જવાની સુવિધા? અમરેલી જિલ્લા પોલીસ વડાએ કરી PSIની ધરપકડ

આ પણ વાંચો: MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, NSUIના કૃપલ પટેલની જીત

ખાસ કરીને 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ નદી-નાળાઓ છલકાયા હોવાથી જો ફરી ભારે વરસાદ પડશે તો રાજ્યમાં પૂરનું સંકટ ઉભું થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Rajkot health dept officials raid Old Marketing Yard, 3000kg artificially ripened mangoes seized - Tv9

આગામી 3 દિવસ દરમ્યાન માછીમારો ને દરિયો ના ખેડવા સૂચના આપવામા આવી છે. અત્યારસુધી રાજ્યમાં 84% વરસાદ વરસ્યો છે. જેનાથી રાજ્યભરના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યભરમાં વરસેલા સારા વરસાદને કારણે હવે માત્ર પોરબંદરમાં જ વરસાદની ધટ જોવા મળી રહી છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પત્નીના પતિ પર દરોડાઃ ગાંધીનગરમાં ક્લાસ ટૂ અધિકારી વડોદરામાં મહિલા મિત્ર સાથે ઝડપાયો

 

FB Comments