આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

આપણે આંખ ફરકવાની ઘટનાને ઘણી અપશુકન બાબતો સાથે જોડી દઈએ છીએ. આંખના ફરકવા પાછળ ખરેખર તો તમારું સ્વાસ્થ્ય જવાબદાર છે.જેને લઈને નીચે મુજબની કાળજી પણ લેવી જોઈએ.

મોટાભાગના લોકો આંખના ફરકવાને અશુભ સંકેત માને છે અને તેને અપશુકન સાથે જોડી દે છે. સાચું કારણ જાણવા જઈએ તો આંખની સારસંભાળ તેની પાછળ જવાબદાર છે અને તેને લઈને આપણી આંખ ફરકે છે. આંખની માંસપેશીઓ ખુબ જ સંવેદનશીલ હોય છે અને જ્યારે તેમની સાથે કોઈ પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે આંક ફરકી શકે છે. આની સાથે જો તમારે ઉજાગરો કરતાં હોય અને તમારી નિંદર લેવાની પ્રક્રિયા અનિયમિત હોય તો પણ આંખ ફરકી શકે છે. જો તમે ખાસ તણાવમાં રહેતા હોય તો પણ તમારી આંખ પર અસર પડી શકે છે. ઘણી વખત કોઈ ખાસ પ્રકારની એલર્જી થઈ હોય તો પણ આપણી આંખ ફરકવા લાગે છે.

READ  ડાયેટમાં લો આ 7 આયુર્વેદિક સુપરફૂડ! 50 વર્ષની ઉંમરે પણ દેખાશો 30 જેવા! જુઓ VIDEO

આ પણ વાંચો:  રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

જો તમે કોઈ ઓફિસમાં સતત લેપટોપ કે કમ્પ્યુટર પર કામ કરતાં હોય તો તેના લીધે પણ તમારી આંખને થાક લાગે છે અને આંખ ફરકવા લાગે છે. ઘણીવાર તો એલર્જીના કારણે આંખ ફરકાવાની સાથે તેમાં સતત પાણી આવ્યા કરે છે. જો તમારી આંખોમાં ડ્રાયનેસ વધારે હોય અને ખંજવાળ આવે તો પણ આંખો ફરકવા લાગે છે. આંખોને જરુરી તત્વ એવું મેગ્નેશિયમની પણ શરીરમાંથી ઉણપ થાય તો પણ આંખ ફરકે છે. જો તમે વધારે કેફીન, દારુનું સેવન કરતાં હોય તો આંખ ફરકવાની સમસ્યા ઉભી થઈ શકે.

 

READ  કોરોના વાયરસથી રક્ષણ આપતા ચહેરાના માસ્ક માટે અમદાવાદની બોલબાલાઃ ચીનને પણ આપવો પડે છે ઓર્ડર

આંખ ફરકે ત્યારે તેને હુંફાળા પાણીથી ધોવી જોઈએ અને તેની સાઈડમાં ધીમી માલિશ કરવી જોઈએ. વધારે સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જેના લીધે આંખને કોઈ મોટા નુકસાનથી બચાવી શકાય.

 

Oops, something went wrong.
FB Comments