
અમેરિકાના ફેડરલ ટ્રેડ કમીશન (FTC)એ ફેસબુક પર 5 બિલિયન ડૉલર(34 હજાર કરોડ રૂપિયા) નો દંડ કર્યો છે. કેમ્બ્રિજ એનાલિટિકાના ખુલાસા પછી ફેસબુકે પ્રાઈવસી સંબંધીત ઉલ્લંઘનોને લઈને તપાસમાં સમાધાન થયુ હતું. કમીશનમાં 3-2ના વોટથી દંડ લગાવવાનો નિર્ણય થયો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ દંડને લીલી ઝંડી આપી શકે છે.
FTCએ માર્ચ 2018માં તપાસ શરૂ કરી હતી. પોલિટિકલ કન્સલ્ટન્સી કેમ્બ્રિજ એનાલિટિકાએ 5 કરોડથી વધારે ફેસબુક યુઝરની ખાનગી જાણકારી ખોટી રીતે મેળવી હતી. ફેસબુકે 2012માં સહમતિ આપી હતી કે તે સારી યુઝર્સ પ્રાઈવસી માટે પગલા ઉઠાવશે. FTC તપાસ કરી રહી હતી કે ઉલ્લંઘન થયુ છે કે નહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ટેકનોલોજી સેક્ટરથી જોડાયેલી કોઈ કંપની પર FTC તરફથી લગાવવામાં આવેલો સૌથી મોટો દંડ છે. હવે ફેસબુક એ પ્રકારની તપાસ કરશે જેમાં યુઝર્સ ડેટાનો ઉપયોગ કરે છે પણ આ કરારથી કંપનીના થર્ડ-પાર્ટીથી ડેટા શેર કરવા પર કોઈ અસર નહી પડે. આ દંડથી ફેસબુકને ખાસ ઝટકો લાગશે નહી. કંપનીએ 2019ની શરૂઆતમાં 3 મહિનામાં જ 15 બિલિયન ડૉલરથી વધારેની કમાણી કરી લીધી છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
[yop_poll id=”1″]