ચિંતા ન કરશો ! તમારું એકલાનું જ નથી Facebook ડાઉન; સમગ્ર દુનિયામાં છે તકલીફ, કંપનીએ કહ્યું ‘આ કોઇ હેકર્સ અટેક નથી’

લોકો માટે સૌથી મહત્વનું બની રહેલી ફેસબુક સોશ્યિલ મીડિયા સાઇટ સમગ્ર દુનિયામાં ડાઉન ચાલી રહી છે. આ દરમિયાન ઘણાં લોકોએ ફેસબુક પર ન તો લાઇક મેળવી શકતાં હતા ન તો કોમેન્ટ કરી શકતાં હતા. એટલું જ નહીં ફેસબુક પર કોઇ પોસ્ટ પણ થઈ શકતી ન હતી.

ગઇકાલે રાત્રે 9.30 કલાકથી ફેસબુક ડાઉન હોવાની ફરિયાદ થઈ રહી હતી. કેટલાંક યુઝર્સે એવી પણ ફરિયાદ કરી છે કે તેઓ પોસ્ટ પર ઇમોજી મોકલી શકતાં નથી.

સમગ્ર દુનિયામાં ખામી સામે આવતાં ફેસબુકના ટેક્નીકલ ગ્લીચ અંગે ટ્વિટર પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે ટૂંક સમયમાં ફરી પાછા આવવાના પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આ કોઇ હેકર્સનો હુમલો નથી. અત્રે નોંધનીય છે કે, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ ફેસબુકની હેઠળ જ આવતી કંપનીઓ છે.

આ પણ વાંચો : ગુજરાતનો પ્રથમ કિસ્સો, માતા-પિતાએ 22 વર્ષની અસાધ્ય બિમારીથી પિડાતી પથારીવશ દીકરી માટે હાઈકોર્ટમાં કરી ઈચ્છામૃત્યુની માગ

આ પછી લોકોએ એવી પણ ફરિયાદ કરી કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને ડાઉન છે. જે પછી લોકોએ ફેસબુક અંગે ટ્વિટર પર મજાક કરવાનું ચાલું કર્યું હતું.

ફેસબુક ડાઉન હોવાની ફરિયાદ વેબસાઇટ અને એપ બંને પર જોવા મળી રહી હતી. જો કે કંપનીએ કહ્યું હતું કે, થોડાં સમયમાં નોર્મલ થઈ જશે પરંતુ કેટલાંક યુઝર્સનું ફેસબુક હજી પણ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી.

Result of Junagadh civic polls today| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

ચીનનો મસૂદ પર ‘વિશેષ પાવર’, અઝહર મસૂદને વૈશ્વિક આંતકી જાહેર કરવામાં ફરી એક વખત ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો

Read Next

ભાનુશાળી હત્યા કેસમાં SIT ને મળી મોટી સફળતાં, અમેરિકાથી પરત ફરેલા છબીલ પટેલની એરપોર્ટ પરથી જ અટકાયત

WhatsApp પર સમાચાર