ફેસબુક પ્રોફાઈલમાં પાકિસ્તાન આર્મીને સમર્થન કરતી પોસ્ટ કરતાં હાઈકોર્ટે આરોપીની જામીન અરજી નકારી

ગુવાહાટી હાઈકોર્ટે એક ધરપકડ કરેલા આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. તે આરોપીએ તેના ફેસબુક પ્રોફાઈલમાં ફોટોમાં મેસેજ સાથે ફોટો અપલોડ કર્યો હતો કે ‘I Stand with Pakistan Army’. પોલીસે તેની વિરૂધ્ધ FIR દાખલ કરીને IPCની કલમો 121/124A/505(1)(b) લગાડી છે.

જસ્ટિસ અજીત બોરથાકુરે આરોપી તાજુલ ઈસ્લામની જામીન અરજી ફગાવતા કહ્યું કે આ પ્રકારની પ્રવૃતિને રાજકીય હોવાના કારણો અને જાહેર ગેરવર્તણુક ચલાવવાના કાયદા તરીકે કહી હતી. તેમને કથિત ગુનાને ગંભીરતાથી લઈને ગુનો સાબિત થાય તો સજાની જોગવાઈ કરવાનું કહ્યું હતું.

 

READ  'લૂ' લાગવી એટલે શું? ઉનાળામાં લૂ લાગવાથી મોત કેમ થાય છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ?

આરોપીએ તેના ફેસબુક એકાઉન્ટમાં ‘I Stand with Pakistan Army’ના સંદેશા સાથે તેનો પ્રોફાઈલ ફોટો અપલોડ કર્યો હતો. જેને રાજયના લોકો પર પ્રતિકૂળ અસર લાવી હતી. ઉપરોક્ત કથિત ગુન્હો ખૂબ જ ગંભીર પ્રકારનો છે. જો ગુન્હો સાબિત થશે તો કાયદા મુજબ તેને ગંભીર સજા અને દંડ થઈ શકે છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

READ  ફેસબુકને થઈ શકે છે 5 અરબ ડૉલરનો દંડ

આરોપીના વકીલે કોર્ટમાં જે અરજી આપી છે તેમાં કહ્યું કે આરોપીને હોમિયોપેથિક ફાર્મસીની દુકાન છે અને એક દિવસ સાંજે જ્યારે તે મસ્જિદમાં નમાઝ પર ગયા હતા. ત્યારે તેમનો મોબાઈલ ફોન તેમની દુકાનમાં ચાર્જિગમાં રાખ્યો હતો. ત્યારે ઉકીલ ઉદ્દીન નામના વ્યક્તિએ આ ફોટો અપલોડ કર્યો હતો.

આ પણ વાંચો: વલ્ડૅકપના ઈતિહાસમાં બદલાઈ ગયા 107 કેપ્ટન પણ સૌરવ ગાંગૂલીના આ વલ્ડૅ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી

ભારત સામે પાકિસ્તાન આર્મીની કાર્યવાહીના સમર્થનમાં તેમના ફેસબુક એકાઉન્ટમાં વાંધજનક પોસ્ટ મુક્યા પછી આરોપીની ધરપકડ પછી તેની પત્નીએ ઉકીલ ઉદ્દીન વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે ગુનાને ગંભીરતાથી લઈને જામીન અરજીનો ઈનકાર કર્યો હતો. કોર્ટે તપાસ અધિકારીને કેસની તપાસ ઝડપી કરવા માટે આદેશ આપ્યો છે.

READ  DPS વિવાદ: સ્કૂલની માન્યતા રદ થવાને લઈને વિરોધ દર્શાવતા વાલીઓ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બેઠક

 

Oops, something went wrong.
FB Comments