ફેસબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજને કર્યા દૂર, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

ફેસબુકે કહ્યું કે, તેમની તપાસમાં સામે આવ્યું છે કે ઘણા લોકોએ ફેક એકાઉન્ટ બનાવીને અલગ-અલગ ગ્રુપમાં જોડાઈને કોન્ટેક વધારવાનું કામ કર્યુ છે. ફેક પેજમાં લોકલ સમાચાર સિવાય ભાજપની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા કંપની ફેસબુકે કહ્યું કે, અપ્રામાણિક વ્યાવહાર કરતા વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા પેજોને દુર કર્યા છે. ફેસબુકની સાઈબર સિક્યોરિટી પોલિસીના હેડ નાથનેલ ગ્લેચિયરે જણાવ્યું કે, લોકોએ પોતાની ઓળખાણ છૂપાવીને કામ કરવાનો પ્રયત્ન કરેલો છે. જેમાં પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ સાથે જોડાયેલા 103 પેજ દુર કરવાનો નિર્ણય લીધો છે.

 

READ  સૌરાષ્ટ્રમાં અમરેલીની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2240, જાણો જુદા-જુદા પાકોના ભાવ

લોકોસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જાડાયેલા 687 પેજને તેના પ્લેટફોર્મ ઉપરથી દુર કરી દીધા છે. દુનિયાના સૌથી વધુ 30 કરોડ ફેસબુક યૂઝર ભારતમાં છે.

 

Oops, something went wrong.
FB Comments