તમારા કામમાં જો facebook થઇ રહ્યું છે બાધા રૂપ, તો તમારાં માટે આ ફીચર થશે ખૂબ જ લાભકારક

Facebook login

થોડાં સમય પહેલાં ફેસબુક તરફથી પોતાની સાઇટ્સમાં નવાં ફિચર ઉમેરવાની જાહેરાત કરી હતી. જે પછી કંપની તરફથી નવું ફિચર લાવી રહ્યું છે. જેટલો સમય તમારી ઇત્તરપ્રવૃતિમાં પસાર કરો છો તેટલો સમય તમે ફેસબુક પર પસાર કરો છો.

જેની મદદથી ટુંક સમયમાં યૂઝર્સે સોશિયલ સાઇટ પર વિતાવેલા સમયને ટ્રેક કરવા માટે ફિચર લઇને આવશે. તો હવે આ ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટૂલને ‘Your Time on Facebook’ નામ આપવામાં આવ્યું છે. તેની મદદથી તમે જાણી શકો છો કે તમે સોશિયલ મીડિયા સાઇટ પર કેટલો સમય વિતાવ્યો છે.

આ પણ વાંચો : અંદમાન : આદિવાસીઓને મળવા પહોંચેલા અમેરિકાના નાગરિક સાથે જે થયું તે જાણીને તમે રહી જશો દંગ

ફેસબુક તરફથી આ નવુ ફિચર બધા યૂઝર્સ માટે શરૂ કર્યું છે. અત્યારે આ ફિચરને તમે iOS પ્લેટફોર્મ પર જોઇ શકો છો. જો તમે પણ તે જાણવા માંગો છો કે અઠવાડિયામાં તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલો સમય વિતાવ્યો છે.

જાણો સરળ સ્ટેપ્સમાં

Step-1: સૌથી પહેલા ફેસબુક સાઇટ અથવા એપમાં લોગઇન કરો.

ફેસબુક પર લોગ ઇન કરો
ફેસબુક પર લોગ ઇન કરો

Step-2: ત્યારબાદ તમે સેટિંગ અને પ્રાઇવેસી પર ક્લિક કરો.

FB settings
સેટિંગ અને પ્રાઇવેસી પર ક્લિક કરો.

Step-3: તેમને ‘Your Time on Facebook’ નામનું એક ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરી દો.

'Your Time on Facebook' નામનું એક ઓપ્શન જોવા મળશે
‘Your Time on Facebook’ નામનું એક ઓપ્શન જોવા મળશે

Step-4: ક્લિક કરવા પર તમારી સામે તે જાણાકી હશે કે તેમે કેટલો સમય સોશિયલ સાઇટ પર વિતવ્યો છે.

સમગ્ર અઠવાડિયાના હિસાબ મળશે

આ સંપૂર્ણ જાણકારી દિવસના હિસાબથી તમને મળશે. એટલું જ નહીં તમે જૂદા-જુદા દિવસે હિસાબને આખાં અઠવાડિયામાં કેટલો સમય પસાર કર્યો તે પણ જાણી શકશો કે તમે કુલ કેટલો સમય ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર વિતાવ્યો છે.

જો તમે ફેસબુકની લત છે અને તમે નક્કી કરેલી લિમીટી વધારે ફેસબુક યુઝ કરી રહ્યા છો તો એક લિમિટ પણ સેટ કરી શકો છો. નક્કી લિમિટની પાસે પહોંચવા પર તમારી પાસ એક નોટિફિકેશન આવી જશે.

શા માટે લાવવામાં આવ્યું ફીચર ?

સોશિયલ સાઇટની તરફથી કહેવામાં આવ્યું હતું કે ટુંક સમયમાં નવું ફિચર યુઝર્સને તેમના ટાઇમ મેનેજ કરવામાં મદદ કરશે. કંપનીની તરફથી આ પણ કહેવામાં આવ્યું હતું કે ટાઇમ ટ્રેકિંગ ફિચર માતાપિતા અને યુવાઓ વચ્ચે પણ સંવાદ સ્થાપીત કરવામાં મદદ કરશે. ફેસબુકે નવું શરૂ કરેલા ફિચરમાં તમને બીજા વધારે ઓપ્શન પણ મળશે. આ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પણ કેટલા દિવસ પહેલા આ ફિચરને શરૂ કરવામાં આવ્યું છે અને જેનું નામ યોર એક્ટિવિટિ છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

TV9 Web Desk6

Read Previous

નાણાં મંત્રાલયે સિંગલ મધર્સને આપી મોટી રાહત!

Read Next

ઘરબેઠાં જ હવે લગાવી શકશો તમારા વાહનની હાઈ-સિક્યુરિટી નંબર પ્લેટ! જાણો કેવી રીતે…

WhatsApp પર સમાચાર