વિશ્વભરમાં થોડા સમય માટે ડાઉન થયું ફેસબુક, ઈન્સ્ટાગ્રામનું સર્વર, વોટ્સએપ પર પણ અસર!

ફેસબુક, વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામ થોડા સમય માટે વિશ્વભરમાં અટક્યા બાદ ફરી કામ કરવા લાગ્યું છે.

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક કેટલાક સમય માટે અટક્યા બાદ ફરીથી કામ કરવા લાગી છે. ફેસબુક સાથે વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામ પણ કામ કરવા લાગ્યું હતું. વિશ્વભરમાં સોશિયલ મીડિયા સાઈટ અટક્યા બાદ થોડા સમયમાં ફરીથી કાર્યરત થઈ હતી. મહત્વનું છે કે, કેટલાક લોકો મોબાઈલમાં આ સાઈટનો ઉપયોગ કરી શકતા હતાં. પરંતુ ડેસ્કટોપ પર આ સાઈટનો ઉપયોગ કરી શક્યા ન હતાં.

જણાવી દઈએ કે, ભારતમાં આ સમસ્યા બપોરના 4 વાગ્યા પછી શરૂ થઈ હતી. રિપોર્ટસના આધારે આ સમસ્યાનો સૌથી મોટો પ્રભાવ અમેરિકા, તુર્કી અને મલેશિયામાં પડ્યો હતો. ત્યાંજ વોટસએપમાં પણ મેસેજ મોકલી શકાતો ન હતો. કારણ કે આ મેસેજ પહોંચ્યા પછી પણ સાઈન નથી આવી રહી, તેની સાથે ફેસબુક મેસેન્જર પર પણ લોકો મેસેજ મોકલી શકતા ન હતા.

READ  Who will be the owner of your social media account after your death?

Top 9 National News Of The Day : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments