ચકાસણી માટે ઘરે પહોંચ્યુ Facebook, માગ્યુ આધાર કાર્ડ અને અન્ય વિગતો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook ભારતમાં યુઝર્સની ચકાસણી કરી રહ્યુ છે. લોકસભા ચૂંટણીને જોતા ફેસબુક તેના પ્લેટફોર્મ પર ટ્રોલ્સને રોકવા માટે ભારતમાં યુઝર્સની ચકાસણીના અલગ અલગ રસ્તા અપનાવી રહી છે.

ફેસબુકે ભારતમાં વેરિફીકેશન માટે જે રસ્તો અપનાવ્યો છે, તે રસ્તો પહેલા કોઈ દેશમાં જોવા નહી મળે.

 

ભારતીય યુઝર્સના ઘરે ફેસબુકે મોકલ્યો પ્રતિનિધિ

ફેસબુકે એક ભારતીય યુઝર્સના ઘરે તેમના એક પ્રતિનિધિ મોકલીને ચકાસણી કરવાનો પ્રયત્ન કર્યો કે તેમના એકાઉન્ટમાંથી કરેલી પોસ્ટ તેમના દ્વારા લખ્યુ છે કે નહી. નવી દિલ્હીના એક યુઝર્સ દ્વારા મુકેલી પોસ્ટમાં થોડુ રાજકીય લખાણ હતુ.

READ  IT ક્ષેત્રે મંદીની કોઈ અસર નહીં, અનેક નોકરીઓની તક

યૂઝર્સે કહ્યું કે તેને જોઈને ખુબ આશ્ચર્ય થયુ કે ફેસબુક દ્વારા મોકલેલો એક પ્રતિનિધિ તેમના દરવાજે આવીને આધાર કાર્ડ માગે છે અને તેમની ઓળખથી જોડાયેલા બીજા દસ્તાવેજોને પણ ચકાસણી કરવાની વાત કરી રહ્યા છે.

યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન

IT એક્ટ 2000ના આધારે કાયદાના નિષ્ણાંતોનું કહેવુ છે કે ફેસબુકના આ પગલાથી યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. આ પ્રકારનું વેરિફીકેશન કરવું સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ફેસબુક વધારેમાં વધારે યૂઝરનું પેજ કે ગ્રુપ અને યુઝર દ્વારા કરેલી પોસ્ટને ડિલીટ કરી શકે છે. જો તે પછી પણ ફેસબુકને લાગે કે યૂઝર્સના પોસ્ટ માટે સજા ઓછી છે તો તે યૂઝરને તેમના પ્લેટફોર્મથી કાઢી શકે છે.

READ  IIM Ahmedabadએ મોદી સરકારનો આદેશ માનવાનો કર્યો ઈનકાર, આપ્યું આ કારણ

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કહ્યુ હતુ કે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને આધાર કાર્ડની વિગતોની ચકાસણી કરવાનો કોઈ અધિકાર નથી. ત્યારબાદ ફેસબુક દ્વારા કરેલી આ વેરિફીકેશનને ભારતીય કાયદાનું ઉલ્લંઘન પણ ગણવામાં આવે છે અને તેના માટે ફેસબુક પર કોર્ટનું અપમાન કરવાનો પણ કેસ થઈ શકે છે.

 

NRIs all set to accord grand welcome to PM Modi in Houston , USA | Tv9GujaratiNews

FB Comments