શું વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે ‘પુલવામામાં હુમલો એ ભાજપનું કાવતરું હતું?’, જાણો આ વાયરલ ખબર પાછળની હકીકત

સોશિયલ મીડિયામાં એક ન્યૂઝપેપરની ખબર આજકાલ વાયરલ થઈ રહી છે અને તે ખબર ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન વિશે છે. જેમાં  વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વિશે પણ વાત  કરવામાં આવી છે.

એક ખાનગી ન્યૂઝપેપરનો સહારો લઈને એક ખબર ધૂમ મચાવી રહી છે જેમાં ખાસ કરીને મોદી સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ન્યૂઝમાં હિંદી ભાષામાં એવું લખવામાં આવ્યું છે કે પુલવામાં હુમલા બીજેપી કી સોચી-સમજી સાજિશ થી ઔર પાકિસ્તાન પર નકલી હમલા કરવાયા ગયા થા. મોદી કો ચુનાવ જીતને કે લિયે ઈમરાન ખાન મદદ કર રહા હૈ. બાલાકોટ પર બમબારી ઈમરાન ખાન કી સહમતિ સે હુયી હૈ.

આ પણ વાંચો:  અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વિટરની સાથે વોટસએપ પર પણ વધારે શેર થઈ રહ્યો છે. હવે જાણીએ આ ફોટા પાછળની સાચી હકીકત શું છે અને આ વાત ક્યાંથી શરુ થઈ.

 

શું છે આ ફોટાની પાછળની સાચી હકીકત?

આ ફોટોમાં ખબર તો સાચી છપાયેલી છે પણ આ ખબરની સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. 13મે,2019ના રોજ મુજમ્મિલ કુરૈશી નામના યુવકે પોતાની ફેસબુક પ્રોફાઈલ પર આ લખાણ લખ્યું હતું. થયું એવું કે આ નિવેદનને ખોટું સાબિત કરવા માટે એક ખાનગી સમાચાર પત્રે આ નિવેદન સાથે ખબર છાપી. આ ખબરમાં ખોટી પોસ્ટ જે મુજમ્મિલ દ્વારા કરવામાં આવે હતી તેના ખૂલાસો કરવામાં આવ્યો હતો પણ લોકોએ આ ખબરમાંથી એ નિવેદનને અભિનંદનના ફોટો સાથે કાપી લીધું અને ફેલાવવા લાગ્યા. આમ આ ખબર વાયરલ છે અને ખોટી જે માત્ર કોઈ રાજનીતિક સ્વાર્થ માટે ફેલાવવામાં આવી રહી છે.

 

Rajkot: 2 persons injured after being attacked by bull in Jetpur| Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી, જુઓ આ VIDEO

Read Next

જાણો કેવી રીતે EVM મશીન થોડા જ કલાકોમાં અંદાજીત 60 કરોડ મતદારોની ગણતરી કરી લેશે?

WhatsApp પર સમાચાર