શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?

સોશિયલ મીડિયામાં એક ખબર વાયરલ થઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટીને ભારતમાંથી ફરાર થઈ ગયેલાં નીરવ મોદીએ 98 કરોડ રુપિયા આપ્યા છે. આ રુપિયાનો ચેક પણ વાયરલ થયો છે. આ બાબતની વાયરલ થઈ રહેલી બધી પોસ્ટમાં આવું કંઈક લખવામાં આવી રહ્યું છે.  ‘મેં એકલા નથી ખાધા, બધાને હિસ્સો આપ્યો છે. મારો તો ખાલી 32 ટકા જ હિસ્સો છે બાકી હિસ્સો તો કોગ્રેસના નેતાઓનો છે.’

વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં આ ખબર વાયરલ થઈ રહી છે. 98 કરોડ શા માટે કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યા તેને લઈને પણ સવાલો લોકો સોશિયલ મીડિયામાં પૂછી રહ્યાં છે.

આ પણ વાંચો: આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી

 

એક ચેકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ચેક ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના નામે બનાવવામાં આવ્યો છે. તેમાં ખાતા નંબર પણ સરળતાથી દેખાઈ રહ્યો છે. આ ચેક નીરવ મોદીએ સાઈન કર્યો હોય તેવું પણ જણાઈ રહ્યું છે.

 

શું છે સાચી હકીકત?
આ ખબર ખોટી છે અને અમુક લોકો દ્વારા રાજકીય રીતે લાભ લેવા માટે ફેલાવવામાં આવી રહી છે. ડિજીટલ જમાનો છે અને જો તમે ચેક પરની ડિટેલ્સ નાખો તરત જ નામ આવી જાય. જે વ્યક્તિનું નામ બહાર આવી રહ્યું છે તે કોઈ અસમના રહેવાસી ક્રિષ્ના છે. આમ આ ચેંક કોંગ્રેસનો નથી કે ભાજપનો નથી કે નીરવ મોદીનો પણ નથી. આમ આ ખબર વાયરલ છે પણ રિયલ નથી.

 

Ahmedabad: Police undertakes checking at various tuition classes in Ramol after Surat fire incident

FB Comments

TV9 WebDesk8

Read Previous

કોંગ્રેસ કાર્યાલયમાં એક વ્યક્તિ તિરંગા સાથે આવીને બોલ્યો કે યોગી આદિત્યનાથ વિશે આવું નહીં કહેવાનું

Read Next

સૈફ અલી ખાન શા માટે ભારત સરકારને ‘પદ્મશ્રી’ પરત કરવા માગતા હતા?

WhatsApp chat