વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

વડાપ્રધાન મોદીની સુરક્ષા એસપીજી કમાન્ડોની હાથમાં છે. તેમની સુરક્ષામાં આજુબાજુ ચાલનારા અધિકારીઓ પાસે કાળા સૂટકેસ હોય છે અને લોકોને સવાલો થાય છે આ સૂટકેસમાં શું હોય છે?

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીના અંડરમાં વડાપ્રધાનની સુરક્ષા હોય છે. વડાપ્રધાન જ્યાં પણ જવાના હોય તેની પહેલાં જ એસપીજી જવાનો ત્યાં પહોંચી જાય છે અને ખૂણાખૂણાને તપાસી લે છે. નાની વસ્તુઓને લઈને એસપીજીના અધિકારીઓ ધ્યાન રાખે છે અને સુરક્ષામાં કોઈપણ પ્રકારની ખામી તે ચલાવી લેતા નથી.

આ પણ વાંચો: ભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી આ નવી ફોર્સ આતંકવાદીઓનો કરશે ખાતમો

સવાલ એ ઉભો થાય છે કે બે એસપીજીના અધિકારીઓ વડાપ્રધાનની સાથે જ ચાલે છે ત્યારે તેમની પાસે બે એવા બેગ હંમેશા જોવા મળે છે અને તેને લઈને સોશિયલ મીડિયામાં પણ અફવાઓ છે. અમુક લોકો કહે છે કે આ બેગમાં પરમાણુ કોડ હોય છે અને અમુક લોકો ન્યૂક્લિયર ટ્રિગરની પણ વાતો કરે છે. જેના દ્વારા વડાપ્રધાન એક બટન દબાવીને વિશ્વના કોઈપણ દેશ પર પરમાણું બોંબ ફેંકી શકે છે. ઘણાં લોકો કહે છે કે તેમાં એક મશીન ગન હોય છે જે સુરક્ષા સમયે જ કાઢવામાં આવે છે.

 

ખરેખર હોય શું છે પણ એ બંને કાળા બેગમાં?


આ બાબતને લઈને સાચી જાણકારી એવી છે કે તેમાં કોઈ જ પ્રકારનું રિમોટ, બોંબનું ટ્રિગર કે બંદુક હોતી નથી. આ બેગને પોર્ટેબલ બુલેટપ્રૂફ શિલ્ડ કહેવામાં આવે છે અને તેને હુમલા સમયે આખું ખોલી શકાય છે. જ્યારે પણ હુમલો થાય ત્યારે તેનો ઉપયોગ સુરક્ષા કવચની જેમ કરી શકાય છે અને તેમાંથી ગોળી પણ પસાર થઈ શકતી નથી. આમ વડાપ્રધાનની સુરક્ષા કરી શકાય. તો બીજી બધી અફવાઓ છે અને ટોચના નેતાઓની સુરક્ષામાં પણ આ પોર્ટેબલ બુલેટપ્રૂફ શિલ્ડનો ઉપયોગ થાય છે.

 

Surat Fire: State govt has issued orders of immediate investigation in the matter: CM Rupani

FB Comments

TV9 WebDesk8

Read Previous

ગેરકાયદે ચાઈનીઝ ડ્રોન ઈમ્પોર્ટ કરવાનું કૌભાંડ આવ્યું બહાર, 1 કરોડના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ

Read Next

પત્રકાર ચિરાગ પટેલ અપમૃત્યુ કેસ: ક્રાઈમ બ્રાંચને ચિરાગ પટેલનો મોબાઈલ એક યુવક પાસેથી મળી આવ્યો

WhatsApp chat