અમદાવાદમાં ફિલ્મ ‘સ્પેશ્યિલ 26’ જેવો કિસ્સો, નકલી CBI વેપારીને ત્યાંથી ખંખેરી ગઈ લાખો રૂપિયા

જો તમારા ત્યા કોઈ ગ્રાહક બનીને આવે અને તમને ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપે તો ચેતી જજો, કેમ કે કયાંક તેવા લોકો તમારી સાથે છેતરપીંડી કરી શકે છે, કેમ કે આવી જ ઘટના બે વેપારી સાથે બની છે, જેમા ગ્રાહક બનીને આવલા એક શખ્સે પોતે સીબીઆઈની ઓળખ આપી બે વેપારી પાસેથી 12 લાખ રૂપિયા ખંખેરી લીધા. જે અંગેની પોલીસ ફરિયાદ કરતા પોલીસે નકલી સીબીઆઈ અધિકારીની ધરપકડ કરી લીધી છે.
પોલીસ ગીરફતમા રહેલ આ છે મૌલીક ડાંગરોસીયા, કે જે નરોડાનો રહેવાશી છે, જેને નિકોલ પોલીસે નકલી સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપી બે વેપારી સાથે છેતરપીંડી કર્યાના ગુના હેઠળ ધરપકડ કરી છે. નિકોલ પોલીસને પહેલી ફરિયાદ 17 તારીખે મળી હતી, જેમા હસમુખ પટેલે ફરિયાદ આપી હતી કે તેના ત્યા ગ્રાહક બનીને આવેલા શખ્સે વિશ્વાસમા લઈંને પોતે સીબીઆઈ અધિકારી છે અને કોઈ ઘટનામા ન્યાય જોઈતો હોય તો કહેજો તેમ કહી વિશ્વાસમા લીઘા હતા, અને તેમા હસમુખ પટેલ પાસેથી મૌલીક પટેલે અલગ અલગ રકમ મળી 10 લાખ પડાવ્યા હતા. જોકે પહેલા હસમુખ પટેલને ખ્યાલ ન હતો કે તેની સાથે છેતરપીંડી થશે.
હસમુખ પટેલના ફરિયાદ કર્યાના 15 દિવસ બાદ નિકોલ પોલીસને વધુ એક ફરિયાદ મળી, જેમા કરસન પટેલ નાંમના વેપારીએ પણ તે જ પ્રકારની ફરિયાદ આપી હતી, જેમા પણ મૌલીક ડાંગરેસીયાએ તેમને સીબીઆઈની ઓળખ આપી ન્યાય આપવાનુ કહી તેમની પાસેથી 2 લાખ પડાવ્યા હતા, જે અંગે નિકોલ પોલીસને ફરિયાદ મળતા પોલીસે વધુ તપાસ કરતા મૌલીક મળી આવ્યો હતો. જે મોલીક મળી આવતા નિકોલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ તો બે વેપારી સાથે સીબીઆઈની ઓળખ આપી છેતરપીંડી કરનારની પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી લીધી છે, હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે સીબીઆઈની ઓળખ આપનાર શખ્સ મૌલીકે અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપીડી કરી છે, તેમજ તેની સાથે અન્ય કોણ કોણ મળેલુ છે.
[yop_poll id=1049]
FB Comments
READ  Mumbai : 6 months on, no trace of missing crorepati man - Tv9 Gujarati
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192