સોશિયલ મીડિયા પર સક્રિય રાજકીય ઉન્માદીઓએ ક્રિકેટના ભગવાનને પણ ન છોડ્યાં, એવું નિવેદન કરી નાખ્યું વાયરલ કે જે તેમણે ક્યારેય આપ્યુ જ નથી : તમે પણ વાંચો શું છે FAKE નિવેદન ?

ચૂંટણી આવતા પ્રાયઃ એવું જોવામાં આવે છે કે રાજકીય પક્ષો નામાંકિત હસ્તીઓનો ઉપયોગ વોટર્સને આકર્ષવા માટે કરે છે, પણ શું માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે એવું કહ્યું છે કે કૉંગ્રેસ તરફથી દબાણ કરવામાં આવે, તો પણ તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી નહીં લડે ?

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલી પોસ્ટમાં આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે.

તેંદુલકર તરફથી નિવેદનનો દાવો કરતા આ પોસ્ટ ફેસબુક પેજ પૉલિટિકલ તમાશા પર શૅર કરવામાં આવી છે. આ જ પોસ્ટ જુલાઈ-2018માં જય મોદીરાજ નામના ફેસબુક પેજ પર પણ શૅર કરાઈ હતી. બંને પોસ્ટને હજારો શૅર મળી ચુક્યા છે. બંને પેજોના મળીને 19 લાખથી વધુ ફૉલોઅર્સ છે.

READ  ગૌતમ ગંભીર બન્યા દિલ્હીના સૌથી અમીર ઉમેદવાર, આટલી છે તેમની સંપતિ

પોસ્ટમાં સચિન તેંદુલકરના નામથી નિવેદન અપાયાનો દાવો કરાયો છે કે જેમાં લખ્યું છે, ‘કૉંગ્રેસ મારી ઊપર ભલે જેટલું દબાણ બનાવે, પણ હું નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી નહીં લડું. કૉંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો.’

કેટલાક યૂઝર્સ સચિનના આ કથિત નિર્ણયની પ્રશંસા કરતા તેમને સાચા રાષ્ટ્રવાદી ગણાવી રહ્યા છે.

READ  દુશ્મન દેશોના દાંત ખાટા કરશે સુરતમાં બનેલી આ ટેંક, PM મોદી કરશે આજે દેશને અર્પણ, 15 સેકન્ડમાં 3 સેલ છોડતી ટેંકનો જુઓ VIDEO

જોકે આ પોસ્ટ વિશે ફૅક્ટ ચેક કરતા જણાયું કે સચિન તેંદુલકરે ક્યારેય પણ આવું કોઈ નિવેદન કર્યું નથી. સચિનના નિકટસ્થો પણ કહે છે કે આ દિગ્ગજ ખેલાડીએ ક્યારેય આવું નિવેદન નથી કર્યું.

નોંધનીય છે કે સચિન તેંદુલકર એવા પ્રથમ ક્રિકેટર છે કે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહેવા દરમિયાન અગાઉની યૂપીએ સરકારે રાજ્યસભા માટે મનોનીત કર્યા હતાં.

READ  વોટ્સએપને લઈને આવ્યા સારા સમાચાર! થશે મોટા ફેરફારની જાહેરાત

જોકે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે 2014માં કૉંગ્રેસે સચિનને વારાણસીથી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ તૈયાર નહોતા થયાં.

Political Tamasha यांनी वर पोस्ट केले सोमवार, २८ जानेवारी, २०१९

[yop_poll id=927]

Oops, something went wrong.
FB Comments