અમદાવાદ CAA વિરોધનો ખોટો વીડિયો વાઈરલ, ક્રાઈમ બ્રાંચે નોંધી ફરિયાદ

Fake video in name of Ahmedabad protest circulating online| TV9News

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગઈકાલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં અમુક અસામાજિક તત્ત્વોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો તો પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ખોટી ખબર ફેલાવવાનું શરું થયું હતું અને પોલીસને બદનામ કરવા માટે એક વીડિયો સોશિયલ મીડિયા પર અમદાવાદ શાહ આલમના પ્રદર્શનના નામે વહેતો મુકવામાં આવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા! કાશ્મીરમાં પણ ધરતી હચમચી, જુઓ VIDEO

આ વીડિયો ફેક હતો અને તે ઉત્તરપ્રદેશના લખનઉં શહેરનો હતો અને આ વીડિયો પળભરમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર છવાઈ ગયો હતો. આ ખોટો વીડિયો લોકોને ભરમાવવા માટે ઉમરખાન પઠાણ નામના એક વ્યક્તિએ શેર કર્યો હતો. ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિની સામે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે.

READ  અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે: સૂત્ર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય અમદાવાદ પોલીસે ટ્વીટર પર પણ લોકોને સજાગ રહેવા માટે સંદેશો આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમ આવા ભડકાવનારા વીડિયો અને કન્ટેન્ટ પર નજર રાખી રહી છે જેના લીધે માહોલ ના બગડે. આમ કોઈપણ વીડિયોને શેર કરતાં પહેલાં સાવચેતી રાખો અને ખરાઈ કર્યા બાદ જ તપાસ કરો નહીં તો કાર્યવાહી થઈ શકે છે.

READ  અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ

 

 

Oops, something went wrong.
FB Comments