ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે

આજના સમયમાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધારે મોહ હોય છે. ત્યારે પોરબંદરના બેરણ ગામનું એક દંપતી વિદેશમાં વસવાટ કરતું હોવા છતા તે હાઈ- ફાઈ સુવિધાવાળું જીવન છોડીને પોતાના ગામમાં સ્થાયી થયું છે.

તેમનું કહેવું છે કે ત્યાંની દોડધામવાળી જીંદગી જીવવી તેના કરતા કુદરતી વાતાવરણમાં અને સાદો ખોરાક ખાઈને ગામડાંમાં જીવન જીવવું વધુ સારૂ છે. આ દંપતી ગાય અને ભેંસોનું ચોખ્ખું  દૂધ , ઘી તેમજ તાજા શાકભાજી અને ફળો ખાઈને શાંતિનું જીવન જીવે છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોરબંદર તાલુકાના બેરણ ગામમાં માતા-પિતા સાથે રહીને ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેવભાઈ ખુંટી અને તેમના પત્ની ભારતીબેન બંને લોકો પહેલા ઈંગ્લેન્ડમાં સારી નોકરી કરતા હતા. આ દંપતી 2010માં ઈંગ્લેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ ઈન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા. તેમના પત્ની લંડન ઍરપોર્ટમાં બ્રિટીશ ઍરવેઝમાં ઍર હોસ્ટેસનો કોર્ષ કર્યો હતો.

આ પણ વાંચો:   જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

રામદેવભાઈના પિતાની વધુ ઉંમર હોવાને કારણે માતા પિતાની સેવા કરવા માટે વિદેશથી લાખો રૂપિયાની નોકરી છોડીને તેઓ વર્ષ 2018માં વતન પરત ફર્યા હતા અને ખેતીકામ કરવા લાગ્યા હતા. ભારતીબેન ખેતીકામથી અજાણ હોવા છતાં તેમણે બધુ કામ થોડા સમયમાં શીખી લીધું અને હવે 6 ભેંસોને બે ટાઈમ દોહવે છે. રસોઈ કામ કરે, ખેતીકામ કરે, અને નવરાશના સમયમાં ઘોડે સવારી કરીને તેમનો શોખ પણ પૂરો કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

વતન પરત ફર્યા પછી ભારતીબેને યુ-ટયુબમાં પોતાની એક ચેનલ શરૂ કરી છે. જેમાં તેઓ ગામડાના જીવન અંગેના વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. તેની સાથે જ ખેતીકામ કરતા, ભેંસને દોહતા હોય તેવા, ઘાસ ચારો કેવી રીતે નાંખવો, પશુપાલન કેવી રીતે કરવું , વગેરે માહિતીના વીડિયો બનાવીને પોસ્ટ કરવા લાગ્યા. તે સિવાય મહેર સમાજની સંસ્કૃતિ, પહેરવેશ, ગામડાના રિવાજો, તે અંગેના વીડિયો પણ શેર કર્યા છે. તેમની યુ-ટયુબ ચેનલના 94 હજાર જેટલા સબસ્ક્રાઈબર છે અને 14 લાખ કરતા વધારે લોકોએ તેમના વીડિયોને જોયા છે.

Many parts of Gujarat to receive rain showers in next 24 hours , MeT department predicts|Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ધરમપુરમાં બે લૂંટારુઓ આંગડીયા પેઢીમાં લૂંટ કરવા આવ્યા, લોકોને જાણ થતા જાહેરમાં જ ઢોર માર માર્યો

Read Next

લોકસભા-2019ની ચૂંટણી વીરેન્દ્ર સહેવાગે લડશે કે નહીં ?, ભાજપના વરિષ્ઠ નેતાએ જ કર્યો ખુલાસો

WhatsApp પર સમાચાર