Twitter પર અનિલ કપૂરને મળી મહારાષ્ટ્રના CM બનવાની ઓફર, જાણો પછી શું થયું?

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોઈપણ પક્ષ એકલાં હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ છે તો ભાજપ કહે છે કે આવો કોઈ શરત જ નહોતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર પણ રાજનીતિક ચર્ચાઓ ભારે ચાલી રહી છે. એક વિજય ગુપ્તા નામના યુઝર્સે કહ્યું કે જ્યાં સુધી કોઈ સરકાર બને ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ. આ ટ્વીટને લઈને ભારે સહમતી જોવા મળી રહી છે. લોકો કહે છે આમાં કશો વાંધો નથી.

READ  રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં લાખો રુપિયાના સાધનો ખાઈ રહ્યાં છે ધૂળ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

https://twitter.com/AnilKapoor/status/1189753966311043072?s=20

બીજી બાજુ આ ટ્વીટનો રિપ્લાય અનિલ કપૂર પોતે પણ આપે છે. તેઓ રીટ્વીટ કરીને લખે છે કે હું નાયક જ ઠીક છું. તમને જણાવી દઈએ કે અનિલ કપૂરની ફિલ્મ નાયક ખૂબ જ પ્રખ્યાત થઈ છે. તેઓ એક દિવસના સીએમ બને છે અને મોટા નિર્ણયો લે છે જેના લીધે લોકોને લાભ થાય છે.

READ  RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં કોણ સરકાર બનાવશે એવી મથામણ હજુ ચાલી રહી છે. શિવસેના નારાજ છે તો ભાજપ 50-50 જેવા કોઈ ફોર્મ્યુલા પર વિશે હા પાડવા માટે તૈયાર નથી. જેના લીધે સોશિયલ મીડિયામાં લોકો અનિલ કપૂરને સીએમ બનાવવાની વાત કરી રહ્યાં છે. જો કે અનિલ કપૂરે ના પાડી દીધી છે. આમ મહારાષ્ટ્રની સત્તાને લઈને સોશિયલ મીડિયામાં ભારે રમૂઝ ચાલી રહી છે.

READ  દેશમાં આતંકવાદી હુમલા જેવી ગંભીર અને દુઃખદ પરિસ્થિતિમાં પણ રાજકારણની ગંદી રમત રમતા પૂર્વ મુખ્યપ્રધાનને લોકોએ લીધા આડે હાથે

 

 

Oops, something went wrong.
FB Comments