અજય દેવગણના એક ચાહકે કહ્યું કે તમાકુની જાહેરાત ન કરો, જવાબ આપતા અજયે કહી આવી વાત

બોલીવુડ એક્ટર અજય દેવગણ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવયુમાં અજયે જણાવ્યું કે તે તમાકુ પ્રોડક્ટનો પ્રચાર નથી કરતા, તે તમાકુની નહી પણ ઈલાયચીની જાહેરાત છે. અજય દેવગણને એક કેન્સર પીડિતે તમાકુની જાહેરાત ના કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ અજય દેવગણે તેમની પ્રતિક્રિયા આપી હતી.

અજયે કહ્યું કે હું હંમેશા મારો કોન્ટ્રાક્ટ મેન્ટેન રાખુ છુ. હું તમાકુને પ્રમોટ નથી કરી રહ્યો, જે પણ જાહેરાત છે તે ઈલાયચીની છે અને મારા કોન્ટ્રાક્ટમાં લખ્યુ છે કે હું તમાકુને પ્રમોટ નહી કરૂ. જો તે કંપની બીજુ કઈ વસ્તુ વેચાણ કરી રહી છે તો મને ખબર નથી કે શું કરવું જોઈએ. તેથી વધારે હું એ કરી શકુ કે મારી ફિલ્મોમાં કારણ વગર ધૂમ્રપાન ના કરૂ.

 

READ  VIDEO: ટ્રાફિક નિયમોના ધજાગરા, એક રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભર્યા 20 બાળકો

આ પણ વાંચો: ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આગામી 21 મેના રોજ જાહેર થશે, રાજયના 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

રાજસ્થાનના કેન્સર પીડિત નાનાકર્મએ અજય દેવગણને સમાજના હિત માટે તમાકુની જાહેરાત ના કરવાની અપીલ કરી છે. દર્દીના પરિવારે કહ્યું કે નાનાકર્મ અજય દેવગણનો ફેન છે અને તે જે પણ જાહેરાત કરે છે. તે દરેક સામાન નાનાકર્મ ઉપયોગ કરે છે પણ હવે તેમને જાણ થઈ કે તમાકુની પ્રતિકૂળ અસર પણ હોય છે.

READ  જે KHAN ACTORS સાથે કામ કરવા બૉલીવુડની તમામ અભિનેત્રીઓ તલસે છે, તેમનો આ એકમાત્ર ધાકડ ACTRESSએ કર્યો છે બહિષ્કાર, કોણ છે એ અભિનેત્રી ?

 

A youth arrested with fake documents at Ahmedabad airport | Tv9GujaratiNews

FB Comments