બંગાળની ખાડીમાં ફની સાઈકલોનનો ખતરો, ઘણા રાજયોમાં હિટવેવની શક્યતા

ગરમી સહન કરી રહેલા દિલ્હી NCR સહિત આખા ઉત્તર ભારતમાં લોકો માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે.


ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર નહી થવાને લીધે પંજાબ, હરિયાણાના ઘણાં વિસ્તારો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લુ લાગવાની સ્થિતી ઉભી થઈ શકે છે.

 

રાજસ્થાન અને દિલ્હીમાં લુ લાગવાની સમસ્યા વધી જશે, જેનાથી લોકોને મુશ્કેલી થઈ શકે છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સાઈકલોનનો ખતરો પણ આવી શકે છે. તેવી આગાહી કરી છે કે આ સાઈકલોન આવી શકે છે. આ સાઈકલોનનું નામ ફની હશે.

READ  VIDEO: સુરતમાં નકલી નોટ ઝડપાઈ: રાધારમણ સ્વામી વડતાલ મંદિરના ચેરમેનના નજીકના હોવાની ચર્ચા

આ પણ વાંચો: મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

હવામાન વિભાગે પણ ફની સાઈક્લોનને લઈને કેરળમાં રેડ એલર્ટ આપી દીધુ છે. હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાં ફની સાઈકલોનના લીધે કેરળના વિસ્તારોમાં તોફાનની સાથે વરસાદ આવવાની સંભાવના છે. તેની સાથે જ તમિલનાડુ, પોંડેચેરી, અને કેરળમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ભારતના મુખ્ય રાજ્યો ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં પણ હિટવેવની શક્યતા છે.

READ  PM મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિની વચ્ચે યોજાઈ મીટિંગ, બંને દેશની વચ્ચે થયા આ કરાર

 

Oops, something went wrong.
FB Comments