‘ફેની’ વાવાઝોડુ અત્યાર સુધી ઓડિશામાં આવેલા બધા જ વાવાઝોડામાં સૌથી વધુ ખતરનાક હોય શકે

ઓડિશાના કિનારાવાળા વિસ્તારોમાં ‘ફેની’ વાવાઝોડાના કારણે વરસાદ અને પવનને લીધે લગભગ 12 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પોંહચાડવામાં આવ્યા છે. સાથે જ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

ભારતીય સેનાને પણ રાહત કામ માટે તૈનાત રાખવામાં આવી છે. ‘ફેની’ વાવાઝોડાને જોતા 34 રાહત દળોને તૈનાત કરવામાં આવ્યા છે. નૌકાદળના પ્રવક્તા કેપ્ટન ડી.કે શર્માએ દિલ્હીમાં કહ્યું કે ભારતીય નૌકાદળને તૈનાત રાખવામાં આવી છે. જેથી વાવાઝોડુ આવ્યા પછી તરત જ રાહત કાર્ય શરૂ કરી શકાય.

 

READ  'રામ રાખે તેને કોણ ચાખે' એકસાથે 4 વાહનોની જોરદાર ટક્કર થઈ પણ કોઈ જાનહાની ન થઈ, જુઓ PHOTOS

1999માં આવેલા સુપર સાઈક્લોનથી પણ વધારે ખતરનાક હોય શકે છે ‘ફેની’ વાવાઝોડુ

સંયુક્ત ટાયફૂન ચેતવણી કેન્દ્ર (JWTC)પ્રમાણે ‘ફેની’ વાવાઝોડુ અત્યાર સુધીનું સૌથી વધુ ખતરનાક વાવાઝોડુ હોય શકે છે. ઓડિશામાં 1999માં આવેલા સુપર સાઈક્લોનથી લગભગ 10 હજાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: મસૂદ અઝહર બન્યો વૈશ્વિક આતંકી તો શિવસેનાએ વડાપ્રધાનના કર્યા વખાણ

હવામાન વિભાગના પૂર્વ નિયામક શરત સાહુના જણાવ્યાં અનુસાર ઓડિશામાં 1893, 1914, 1917,1982 અને 1989માં પણ ઉનાળામાં વાવાઝોડા આવ્યા હતા પણ આ વખતનું વાવાઝોડુ બંગાળની ખાડીમાં ગરમીને લીધે આવ્યુ છે. તેથી આ ખુબ ખતરનાક હોય શકે છે.

READ  કટકમાં ટ્રેન અકસ્માત: 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 40થી વધુ લોકો ઘાયલ

 

Oops, something went wrong.
FB Comments