બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી સામે નવસારીના ખેડૂતોનો ભારે વિરોધ, ગણાવ્યું ગેરબંધારણીય પગલું

બુલેટ ટ્રેનના જમીન સંપાદનનો મુદ્દો વિવાદો નવસારી જિલ્લામા વિવાદોનુ ધર બની ગયુ છે 24 ગામોમાથી બુલેટ ટ્રેન પસાર થવાની છે જેના માટે સંપાદનની પ્રક્રિયા ચાલે છે,  પરંતુ વળતરના ચોખવટ વિના ખેડુતોની જમીનમા નોંધ પડી જતા ખેડુતોનો આક્રોશ વધ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બુલેટ ટ્રેન એ દેશના વડાપ્રધાનનુ સપનું છે અને દેશની પહેલી બુલેટ ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થવાની છે ત્યારે જમીન સંપાદનના મુદ્દાને લઈને ખેડુતોનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે.  નવસારી જિલ્લાના 24 ગામોમાથી બુલેટ ટ્રેન પસાર થવાની છે જેમાંથી 5 ગામોમા લોકોએ વિરોધ કરી માપણી સુધ્ધા કરવા દીધી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Top News Stories From Gujarat: 15-10-2018

હવે સરકાર સાથે વાટાધાટો છતાં વળતરની ચોખવટ વિના સાત-બારમા સંપાદનની કાચી નોંધ પાડી દેવામા આવી છે જેના કારણે વિવાદોનો મધપુડો વધુ છંછેડાયો છે.  નવસારી જિલ્લામા જમીન અને રહેણાંક ઘરો પણ સંપાદનમા આવતા હોવાના કારણે લોકોમા આક્રોષ વધી રહ્યો છે અને જમીન સંપાદનનો મુદ્દો વધુ પેચીદો બન્યો છે.
Oops, something went wrong.
FB Comments