કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન, દેશમાં 28 લોકોના મોત

ગઈ કાલે દેશના ઘણા શહેરોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડયો હતો અને ઘણા વિસ્તારોમાં બરફના કરા પણ પડયા હતા.

આખા દેશમાં આવેલા તોફાનને લઈને 28 લોકોના મોત થયા છે. આજે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સાથે રાજસ્થાનના પણ ઘણા વિસ્તારોમાં પણ આ તોફાન આવ્યુ હતુ.

 

READ  કાશ્મીર ઘાટીમાં આવી ખુશખબર! 28 વર્ષ પછી ખુલ્યા 'સ્વર્ગ'ના દરવાજા, CRPFના જવાનો પછી સામાન્ય લોકોને પણ મળશે પ્રવેશ

રાજસ્થાનના પ્રતાપગઢ અને ઝાલાવાડમાં વધુ વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો અને વિજળીના થાંભલા પણ પડી ગયા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે.

આખા ગુજરાતમાં આ તોફાનને કારણે 9 લોકોના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ,સાબરકાંઠા, આણંદ, ખેડમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયુ છે. હવામાન વિભાગે આજે પણ દેશના ઘણા રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કર્યુ છે.

READ  અમદાવાદના જશોદાનગર, લાલ દરવાજા, નરોડા, ખોખરા, હાટકેશ્વર, વટવા, નારોલ સહિતાના વિસ્તારમાં મેઘ મહેર

 

Oops, something went wrong.
FB Comments