પાક વીમા યોજના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ, બાગાયતી પાકોનો સમાવેશ કરવાની માંગ

એક તરફ રાજ્યમાં ખેડૂતોને પાક વીમો ન મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ બાગાયતી પાકને આવરી લેવાની માંગ કરી છે. મહત્વપુર્ણ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો જ નથી. આવી સ્થિતીમાં બાગાયતી પાક પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નારાજગી ફેલાઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Under construction wall falls on 4; mother, daughter dies - Tv9 Gujarati

 

દક્ષિણ ગુજરાતના ખેડૂતો મુખ્ય પાક તરીકે બાગાયતી પાકની મોટા પ્રમાણમાં ખેતી કરે છે. ક્યારેક વધુ વરસાદ, તો ક્યારેક ઓછો વરસાદ બાગાયતી પાક પકવતા ખેડૂતો માટે મુશ્કેલી નોતરતો હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ માગ કરી છે કે જો સરકાર પાક વીમા યોજના હેઠળ કઠોળ જેવા પાકને આવરી લેતી હોય તો બાગાયતી પાકને પણ આવરી લેવો જોઇએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન મોદીની આવનારી બાયોપિકમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે, જુઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બાયોપિકમાં કેવા દેખાશે?

આ પણ વાંચો: પાલનપુરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6000, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

નવસારી જિલ્લામાં જ શેરડી સહિતના બાગાયતી પાકનું 70 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવે છે અને આ વિસ્તારના ખેડૂતો માત્ર બાગાયતી પાક પર જ આધાર રાખે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ બાગાયતી પાક ન આવતો હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે સરકાર આ મામલે ખેડૂતોના હક્કમાં નિર્ણય કરે તેવી માગ ઉઠી રહી છે.

READ  રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી....જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments