સુરતના ખેડૂતોનો અનોખો વિરોધ

તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી ન મળતાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

સુરતના ઓલપાડ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
સુરતના ઓલપાડ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

સિંચાઈ માટે પાણી ન મળતા સુરતના ઓલપાડમાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ ખાલીખલ કેનાલમાં ગરબા રમીને પાણી આપવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો છે. વર્ષ 1983માં રાજય સરકાર તરફથી પિંજરત ગામના જૂના તુવાર ફાંટાથી છીણી ગામના તળાવમાં પાણી ઠાલવવા ભૂર્ગભ પાઇપ લાઇન નાખવામાં આવી હતી. પાઈપ લાઈન નાખી દીધા બાદ સાફ-સફાઈ ન થતા લાઈન ચોક-અપ થઈ ગઈ હતી. જેથી ગ્રામજનોએ પોતાની જાતે પાઈપ લાઈનની સફાઈ કરવી હતી. જોકે પાઈપલાઈનની સાફ-સફાઈ ન થતી હોવાથી નહેરનું પાણી ગામ સુધી પહોંચતું નથી જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા આખરે કેનાલમાં ગરબા રમીને વિરોધ કર્યો.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

On cam: Aged wrestler dies during wrestling in Maharashtra- Tv9

FB Comments

Hits: 96

Comments are closed, but trackbacks and pingbacks are open.