Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-1

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂત મિત્રોને આપીશું બરહી ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી. ખારેકની ખેતીમાં ઉત્પાદન કેટલું મળે છે? કેવા પાણીથી થઇ શકે છે ખારેકની ખેતી? ખારેકની માંગ ક્યાં સૌથી વધુ છે? આ દરેક બાબત જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે

 

એવા વિસ્તારો જ્યાં વરસાદ અનિયમિત છે તેમ જ વરસાદ ખુબ જ ઓછી માત્રામાં પડે છે. ત્યાં બાગાયતી ખેતી કરવી સરળ નથી હોતી પરંતુ ત્યાં ખારેકનો પાક વરદાન સાબિત થયો છે. ખારેકમાં ઔષધિય ગુણો છે. પહેલા ખારેકને સુકા મેવા તરીકે ખાવામાં આવતી હતી પરંતુ હાલનાં સમયમાં લોકો લીલી ખારેક પણ ખાતા થયા છે. તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને કર્ણાટકમાં લીલી ખારેકની માંગ વધી છે.

READ  મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!

આ પણ વાંચો: Video: ઓર્ગેનિક ખારેકની સફળ ખેતી

ખારેકનાં છોડ 3500થી 4000 ટીડીએસ વાળા પાણીમાં પણ સરળતાથી ઉગે છે. હાલ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાંમાં ખારેકનું વાવેતર થાય છે. તેમાં પણ બરહિ ખારેકનું સૌથી વધુ વાવેતર થાય છે. તેના પર વર્ષે એક જ વાર ફળ આવે છે. સરેરાશ 70 વર્ષનું આયુષ્ય ધરાવતી ખારેકની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે.

READ  MPમાં હરેન પંડ્યા STYLEમાં ભાજપ નેતાની હત્યા, કૉંગ્રેસનું શાસન આવ્યા બાદ ભાજપ નેતાઓની હત્યાનો સિલસિલો, બે દિવસમાં બે ભાજપ નેતાઓનું ખૂન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments