વડાપ્રધાન મોદીનો સપા-બસપા પર પ્રહાર, કહ્યું ’23મેના રોજ આ ખોટી દોસ્તી તૂટી જશે’

લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન દેશમાં સભાઓ કરી રહ્યાં છે. વડાપ્રધાને ઉત્તર પ્રદેશના એટામાં શનિવારે સભા કરીને સપા-બસપા પર તીખા પ્રહારો કર્યા હતા.

ઉત્તર પ્રદેશ ભારતની રાજનીતિમાં સૌથી મહત્ત્વું રાજ્ય ગણાય છે કારણ કે સૌથી વધારે લોકસભાની સીટ ત્યાં છે. આ રાજ્યમાં પ્રચંડ જીત મેળવવા માટે સપા અને બસપા તેમજ રાલોદએ ભાજપને હરાવવા માટે ગઠબંધન કરી લીધું છે તો કોંગ્રેસને પણ આ ગઠબંધનમાં તેમણે સ્થાન આપ્યું નથી.

 

 

ઉત્તર પ્રદેશના એટામાં વડાપ્રધાન મોદીએ સભાને સંબોધન કરીને સપા અને બસપા પર પ્રહારો કર્યા હતા. તેમણે મંચ પરથી કહ્યું કે 23મી મેના રોજ જ્યારે ચૂંટણીના પરીણામો જાહેર થશે ત્યારે સપા અને બસપા બંને એકબીજાથી અલગ પડી જશે. વડાપ્રધાને કહ્યું કે 23મે પછી તેમનો ‘દૂશ્મની પાર્ટ-2’ શરુ થઈ જશે.

આ પણ વાંચો: શત્રુઘ્ન સિંહાએ વડોદરામાં રેલી કરી, કહ્યું કે ‘વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે’

સમાજવાદી પાર્ટી પર પણ વડાપ્રધાન મોદીએ નિશાન તાકીને કહ્યું હતું કે સપાની સરકાર વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભારે કથળી ગયી હતી અને સપાના ગુંડાઓએ ઘર-જમીનના કબજા માટે જે અભિયાન ચલાવ્યું હતું તેમાં કેટલાંય લોકોના ઘર બર્બાદ થઈ ગયા.

 

Surat: Death toll in fire at at a coaching centre in Sarthana area rises to 21- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

શત્રુઘ્ન સિંહાએ વડોદરામાં રેલી કરી, કહ્યું કે ‘વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે’

Read Next

રાફેલ વિમાનના વિવાદના લીધે એક ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જાણો કેમ?

WhatsApp chat