‘યોર્કરમેન’ જસપ્રીત બુમરાહને મળશે આ મોટો એવોર્ડ, BCCIએ કરી જાહેરાત

Fast bowler Jaspritbumrah will receive the Polly Umrigar award for the best international cricketer (2018-19), at the BCCI Annual Awards to be held today in Mumbai yorker man jaspritbumrah ne malse aa moto award BCCI e kari jaherat

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2018-19 સત્રમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. BCCIએ આ જાહેરાત કરી છે. મુંબઈમાં 26 વર્ષના પેસર બુમરાહને BCCI વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવશે. દુનિયના નંબર 1 વન-ડે બોલર જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદી પર કરેલી ટિપ્પણીના જુદા-જુદા બે કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવશે ગુજરાત

જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી છે અને આ સિદ્ધી મેળવનારા પ્રથમ અને એક માત્ર એશિયાઈ બોલર બન્યા છે. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી. બુમરાહે જમૈકાના સબિના પાર્કમાં પોતાની હેટ્રિકથી વેસ્ટઈન્ડીઝની બેટિંગ લાઈન અપ તોડી દીધી હતી. આ સિદ્ધી મેળવનારા તે ત્રીજા ભારતીય બોલર છે.

READ  80થી વધુ મુસાફરોના જીવ જોખમમાં! એસટી ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

‘યોર્કરમેન’ બુમરાહે ભારતની ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતવામાં શાનદાર ભૂમિકા નિભાવી, જેની સાથે ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવામાં સફળ રહ્યું. બુમરાહ પૂરૂષ વર્ગમાં સૌથી મોટો એવોર્ડ મેળવશે. ત્યારે પૂનમ યાદવ મહિલા વર્ગમાં સૌથી મોટા એવોર્ડ પર કબ્જો કરશે અને તેમને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરથી સન્માનતિ કરવામાં આવશે. લેગ સ્પિનર પૂનમ યાદવને તાજેતરમાં જ અર્જૂન એવોર્ડ મળ્યો છે.

READ  કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments