લોકસભા ચૂંટણી: આંધ્રપ્રદેશમાં રાત્રીના 10 વાગ્યા સુધી લોકોએ મત આપ્યા, જાણો કેમ આવું થયું?

ચૂંટણીના ઈતિહાસમાં ઓછી વખત સાંભળવામાં આવ્યું હશે કે મોડી રાત સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહે. પ્રથમ તબક્કાના મતદાનમાં આંધ્રપ્રદેશમાં રાતના 10 વાગ્યા સુધી 14 જેટલાં સ્થળો પર મતદાન ચાલુ રહ્યું હતું.

આ ઘટનાને લઈને આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ વાતને સ્વીકારી હતી. જોકે આ મોડીરાત સુધી મતદાનની પ્રક્રિયા માત્ર ઈવીએમના ખરાબ થવાના કારણે લંબાવવામાં આવી નહોતી. અન્ય ઘણાં કારણોને લઈને લોકોને પોતાનો મતાધિકાર વાપરવાની તક ચૂંટણી પંચે આપી હતી.

 

સાંજે 6 વાગ્યે પણ લોકોની લાઈનો લાગી હતી અને લોકોને મત આપવા હતા તો ઈલેક્શન કમિશને મતદાન કેન્દ્રો ચાલુ રાખ્યા હતા. ગુંટુર, કૃષ્ણા, નેલ્લોર, કુરનુલ જિલ્લામાં મોડી રાત સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 267 જેટલાં પોલિંગ બુથ પર મત રાતના 10 વાગ્યા સુધી નાખવાનું ચાલું રખાયું હતું અને લોકોએ તેમાં ઉત્સાહથી ભાગ લઈને મતદાન કર્યું હતું.

આ મતદાન મોડે સુધી ચાલુ રહેવાના કારણોમાં પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના બનાવોથી જે મતદાનની પ્રક્રિયા સ્થિગત કરી દેવાઈ હતી તે પણ મુખ્ય મુદ્દો બન્યો હતો. બીજી વાત એ કે લોકો શહેરોમાંથી મોડા ગામડાઓમાં મત આપવા પહોંચ્યા હોવાથી પણ ચૂંટણી અધિકારીઓએ મતદાન કેન્દ્રો પર લાંબી લાઈન હોવાથી મતદાન કરવાની બધાને જ તક આપી હતી.

 

Surat: Rs 14 lakh stolen from an ATM on Ichhapor main road| TV9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

Video: રાજકોટના કનેસરા ગામમાં મંત્રીજી ગયા હતા મત માગવા પણ મહિલાઓના વિરોધના કારણે ભાગવુ પડ્યું!

Read Next

અલ્પેશ ઠાકોરની સામે હવે કોંગ્રેસે ઘડ્યો તખ્તો, જાણો કેવી રીતે કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવશે?

WhatsApp પર સમાચાર