VIDEO: જાણીતી કંપની Vadilalના ગોડાઉનમાં ચેકિંગ કરતા કેરીનો એવો જથ્થો મળ્યો કે, તમને જોવું પણ પસંદ નહીં આવે

વલસાડના ધરમપુરમાં આવેલી વાડીલાલ કંપનીમાંથી સડેલી કેરીનો જથ્થો મળી આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ વાડીલાલના ગોડાઉનમાં ત્રાટકી હતી તે દરમિયાન તપાસ કરતાં ગોડાઉનમાંથી સડેલી કેરીઓનો જથ્થો મળ્યો છે.

કેરીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. VIDEOમાં જોઈ શકાય છે કે આ કેરીઓ કેટલી સડેલી છે.કંપનીના ગોડાઉનમાંથી ઝડપાયેલી કેરીઓમાંથી કેટલીક કેરીઓમાં તો કિડા પણ પડી ગયા છે

READ  ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, 51 વિદેશી હથિયાર જપ્ત કરી 10 આરોપીની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરતની બે દિકરીઓએ વિશ્વનું સર્વૌચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ કર્યુ સર, બની એવરેસ્ટ સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલાઓ, જુઓ આ VIDEO

આ કેરીઓ તમને બિમાર કરી શકે છે. તમારા આરોગ્યને મોટું નુક્સાન કરી શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે-કંપનીના ગોડાઉનમાં કેમ રાખી મૂકવામાં આવી હતી સડેલી કેરીઓ ? શું વાડીલાલ કંપની સડેલી કેરીનો રસ વેચે છે ? આ તમામ સવાલો કેરીના આ દ્રશ્યો જોઈને ઉદભવી રહ્યા છે.

FB Comments