કોલકની સી.એન.પરમાર કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓ ફી વધારા મુદ્દે આમને-સામને, વિદ્યાર્થીઓએ ફી વધારો પરત ખેંચવા શરુ કર્યું આંદોલન

વલસાડ જિલ્લાના પારડીના કોલકની સી.એન.પરમાર બી.એડ કોલેજ દ્વારા ફીમાં તોતિંગ વધારાનો મામલો હવે જોર પકડી રહ્યો છે. કોલેજ સંચાલકોએ વાર્ષિક ફીમાં અચાનક 11 હજારનો વધારો કરી દેતાં ફી વધારો પરત ખેંચવા વિદ્યાર્થીઓ જંગે ચડ્યા છે.

ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન જોર પકડતા સંચાલકો દોડતા થઈ ગયા છે. સંચાલકોએ એકાએક ફી વધારો કરી દેતાં મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓએ અસહ્ય ફી વધારો નહીં ચૂકવી શકતા અભ્યાસ પડતો મૂકવો પડે તેવા પણ સંજોગો ઊભા થયા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલકમાં આવેલી સી.એન.પરમાર બી.એડ કોલેજ છેલ્લાં કેટલાંક દિવસોથી વિવાદે ચડી છે. સી.એન.પરમાર બી.એડ કોલેજમાં મધ્યમવર્ગના પરિવારના  120 વિદ્યાર્થી બી.એડનો અભ્યાસ  કરી રહ્યા છે. વર્ષની શરૂઆતમાં કોલેજ સંચાલકો દ્વારા બી.એડના કોર્સ માટે 25 હજાર રૂપિયા ફી નક્કી કરી હતી.

 

READ  Ahmedabad : Brimming Sabarmati river turns suicide HOT SPOT - Tv9

 

જોકે હવે અચાનક જ કોલેજ સંચાલકોએ વાર્ષિક ફીમાં એકાએક 11 હજાર રૂપિયાનો તોતિંગ વધારો કરતાં વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. આથી ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ કોલેજ સંચાલકો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અગાઉ વિદ્યાર્થી સંગઠનો સાથે કોલેજના વિદ્યાર્થીઓએ ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે સંચાલકો અને અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. તેમ છતાં કોઈ નિવેડો નહીં આવતાં હવે કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના પરિસરમા ધરણાં પર બેસી વધારેલી ફી પરત ખેંચવા કોલેજ સંચાલકો સમક્ષ ઉગ્ર માંગ કરી રહ્યા છે. ABVPના વિદ્યાર્થીઓ પણ આ કોલેજના ગરીબ વિદ્યાર્થીઓના વહારે આવ્યા છે અને વિદ્યાર્થીઓની લડતમાં એબીવીપીનો ટેકો મળતા મામલો ગરમાયો છે.

READ  CAA વિરોધ: દિલ્હીની જામા મસ્જિદ ખાતે ઉમટી મોટી ભીડ, 7 મેટ્રો સ્ટેશન બંધ

મહત્વપૂર્ણ છે કે આ બી.એડ કોલેજમાં મોટાભાગે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મધ્યમવર્ગના પરિવારમાંથી આવે છે. આથી સરકારની સ્કોલરશીપ પર નિર્ભર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર એકાએક 11 હજારની ફી વધારાનું ભારણ આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 25 હજારમાંથી ફી સીધી 36 હજાર થતાં ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ આ ફી વધારો ભરી સકવા અસમર્થ હોવાથી તેઓએ અધવચ્ચે જ અભ્યાસ છોડવો પડે તેવા સંજોગો ઊભા થયા છે.

આ ફી વધારો કોઈ પણ હિસાબે પરત ખેંચવા માટે કોલેજના વિધાર્થીઓની સાથે વિધાર્થી સંગઠનો પણ મેદાને પડ્યા હોવાથી આંદોલન જોર પકડી રહ્યું છે અને સંચાલકોને રજૂઆતો કરી રહ્યા છે. તો બીજી બાજુ કોલેજ સંચાલકો પણ સરકારની કમિટીએ નક્કી કરેલ ફી જ તેઓ માગી રહ્યા હોવાની વાત કરી પોતાનો બચાવ કરી રહ્યા છે. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં બેફામ ફી વધારાને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આંદોલન કરી ચૂક્યા છે. ત્યારબાદ સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીના નિર્ણય બાદ પણ હજુ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં બેફામ ફી વધારો જોવા મળી રહ્યો છે.આથી સરકાર પણ આ બાબતે ગંભીર ના  હોય તેમ વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે. આ બી.એડ કોલેજ દ્વારા કરાયેલા તોતિંગ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ભવિષ્યના આ શિક્ષકોનું આંદોલન ઉગ્ર બનશે તેવા સંજોગો સર્જાયા છે.

READ  અમદાવાદ: 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસે દારૂનો નશો કરેલા 100થી વધુ નશાખોરોને ઝડપ્યા

[yop_poll id=1805]

Oops, something went wrong.
FB Comments