ઉશ્કેરાયેલા પોલીસકર્મીએ ટોઈંગ વાહનના કર્મચારીને ભાંડયા અપશબ્દો તો કર્મચારીએ ઝીંક્યો લાફો, જુઓ VIDEO

નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે? પોલીસકર્મીઓને નિયમભંગ કરવાની સરકારી છૂટ આપવામાં આવી છે કે કેમ?

પોલીસ તેમજ ટૉઈગ વાહનના કર્મચારી વચ્ચે સર્જાયા ઘર્ષણના દૃશ્યો
પોલીસ તેમજ ટૉઈગ વાહનના કર્મચારી વચ્ચે સર્જાયા ઘર્ષણના દૃશ્યો

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ, અમદાવાદ  કોર્પોરેશન દ્વારા  ઝુંબેશ હાથ ધરાઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા ‘નો પાર્કિંગ’માં પડેલા વાહનો ટોઈંગ કરવામાં આવે છે તો હેલ્મેટ વિના ફરતા લોકોને પોલીસ દંડ ફટકારે છે. આ સમયે પોલીસ જવાન સિંઘમ અવતારમાં દેખાતા હોય છે જેઓ નિયમ તોડનારને છોડતા નથી પરંતુ આવું જ્યારે તેમની સાથે થાય તો તેઓ પિત્તો ગુમાવી દે છે.

અમદાવાદના રખિયાલમાં જ્યારે પોલીસકર્મીના વાહનને ટૉ કરવામા આવ્યું તો ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. રખિયાલ સરસપુર રોડ પર ખાનગી વર્દીમાં રહેલા પોલીસકર્મીઓએ ‘નો પાર્કિંગ’માં વાહન મૂક્યા હતા. તેવામાં તેમના વાહનને ઉપાડી લેવામાં આવતા મામલો બિચક્યો હતો. જેમાં પોલીસકર્મીએ ટોઈંગ વાહનના કર્મચારીને ગાળો ભાંડી હતી. જેના કારણે બંને વચ્ચે છૂટ્ટા હાથની મારામારી પણ થઈ.

આખીય મગજમારીના અંતે આખરે તેમના વાહનને છોડી દેવામાં આવ્યા. આ સમગ્ર પ્રકરણથી સીધો પ્રશ્ન ઉઠે છે કે, શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે? પોલીસકર્મીઓને નિયમભંગ કરવાની સરકારી છૂટ આપવામાં આવી છે કે કેમ?

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: More than 1 lakh candidate to appear for High Court Class 4 exam today- Tv9

FB Comments

Hits: 183

Comments are closed, but trackbacks and pingbacks are open.