સુરતમાં વાહનોનું ટોઈંગ કરવા ટ્રાફિક પોલીસ નિકળી હતી અને માર ખાવો પડ્યો, મોપેડ નીચે પડી જતા જાહેરમાં મારામારીના દૃશ્ય સર્જાયા

સુરતમાં બાઈક ટોઇંગ દરમિયાન મોપેડ નીચે પડી જતાં લોકોએ હોબાળો મચાવ્યો, ટ્રાફિક પોલીસ ચોકી સામે જ પોલીસના કર્મચારીઓ સાથે છૂટ્ટાહાથની મારામારી

ડાયમંડ સિટી સુરતમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમા આ વખતે પોલીસને માર ખાવાનો સમય આવ્યો છે. વરાછામાં ટ્રાફિક પોલીસ ચોકી સામે મારામારી થઈ હતી. બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસો સાથે લોકોએ મારામારી કરી હતી. ટ્રાફિક ક્રેનમાંથી ટુ વ્હિલર નીચે પડી જતાં હોબાળાની શરૂઆત થઈ હતી. બાદમાં સ્થિતિ વધુ વણસી હતી. પહેલા ટોઈંગ કરનાર કર્મચારીને સ્થાનિકોએ માર માર્યો હતો.

ટોઇંગ કરનાર કોન્ટ્રાક્ટ કંપનીના માણસોએ પણ એક વ્યક્તિને માર માર્યો હતો. એક તબક્કે બન્ને પક્ષે ઉગ્ર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વરાછાના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જો કે બાદમાં પોલીસે મોરચો સંભાળ્યો હતો. મારામારીની આ ઘટનામાં એક વ્યકિતની અટકાયત કરાઈ છે. સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસને દિવસે ઉગ્ર બની રહી છે. ત્યારે ટ્રાફિકને લઈને ટસલ સર્જાવી હવે સુરતવાસીઓ માટે કોઈ નવી વાત નથી રહી.

READ  બનાસકાંઠાની ડીસા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Oops, something went wrong.

FB Comments