મુંબઈના વેપારીએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ સમયસર ના કર્યું, કોર્ટે 5 હજારના દંડ સાથે 3 મહિના જેલની સજા ફટકારી

સમય પર રિટર્ન સમયસર ફાઈલ ન કરનારની સામે હવે ઈનકમ ટેક્સ વિભાગે કમર કસી છે. મુંબઈના વેપારીઓ સમયસર રિટર્ન ના ભર્યું તો તેને કોર્ટે 3 મહિના જેલની સજા ફટકારી છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે જે ઈનકમ ટેક્સ ભરનારાઓ માટે આંખ ઉઘાડનારો છે. મુંબઈમાં એક વ્યાપારીએ સમયસર પોતાનું રિટર્ન ફાઈલ કર્યું નહોતું તેને લઈને કોર્ટે તેને 3 મહિનાની જેલ સાથે 5 હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

READ  બજેટ 2019ની જાહેરાત બાદ Income taxમાં કોને રાહત અને કોના પર બોજો?

 

 

આ ઘટના 2014-15ની છે કારણ કે આ વર્ષમાં ઈનકમ ટેક્સ વિભાગે મુંબઈના પરેશ શાહના નામના વેપારીને સમયસર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કર્યા હોવાની નોટિસ ફટકારી હતી અને તે બાદ તમામ નોટિસ બાદ પણ પરેશ શાહે આ કાર્યવાહીને અવગણીને પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નહોતું. આમ કોર્ટે કાર્યવાહી દરમિયાન નોટિસ ફટકારવા છતાં તેને અવગણીને ઈનકમ ટેકસ ન ભરવા બદલ 3 મહિનાની સશ્રમ જેલની સજા ફટકારી છે.

READ  સુરતના દરેક વાલીએ મુલાકાત લેવા જેવી સરકારી સ્કૂલ! તમારા બાળકને આ સ્કૂલમાં ભણાવવાની થઈ જશે ઈચ્છા! જુઓ VIDEO

આ પણ વાંચો:  વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

કોર્ટે કહ્યું કે તમારી કંપનીએ અગાઉ નિયમીત રીતે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે આથી સજા ઓછી કરવામાં આવે છે નહીં તો આવા કેસમાં 2 વર્ષ સુધી સજાની જોગવાઈ છે. આમ હવે ઈનકમ ટેક્સ રિટર્ન સમયસર ફાઈલ ન કરનારાઓએ ચેતી જવું જોઈએ નહીં તો જેલમાં જવાનો વારો આવી શકે.

READ  VIDEO: વડતાલમાં 16 વર્ષથી ચાલતા ગાદી વિવાદનો અંત?, આચાર્ય પક્ષના સંતોનું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ

 

Dang: Over 2 lakh sugarcane farm laborers on strike from tomorrow| TV9News

FB Comments