ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જુઓ કઈ સીટ પર કયા ઉમેદવાર છે સામ-સામે?

લોકસભા ચૂંટણી 2019નો મહાસંગ્રામ ખરેખરમાં રસાકસીનો માહોલ પેદા કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને રણ મેદાનમાં ઉતારી દીધા છે. ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરીને પોતાના પક્ષને જીત અપાવવા માટે જોર અજમાવશે.

લોકસભા ચૂંટણી 2019ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમાં કયા ઉમેદવારને જીત મળશે અને કોનુ વળશે કોકડુ તે તો આવનારો સમય જ બતાવશે. ગુજરાતની લોકસભા ચૂંટણીની 26 બેઠકો પરથી લડનાર ઉમેદવારોના નામ જાહેર થતા લોકો હવે પોતાના ઉમેદવારને પસંદ કરીને પોતાનો કિંમતી મત આપશે.

 

READ  જેલમાં બંધ લાલુ યાદવના પુત્રની જીદ બિહારમાં કરી શકે છે ભાજપને મદદ, સીટોની વહેંચણી પર તેજસ્વી સાથે વધ્યો તણાવ કોંગ્રેસ તમામ 40 સીટો પર ઉતારી શકે છે વોટ કાપનાર ઉમેદવાર

જાણો લોકસભા ચૂંટણી 2019ના ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની યાદી

અનુ.ક્રમ નંબર બેઠક ભાજપ કોંગ્રેસ
1 કચ્છ (SC) વિનોદ ચાવડા નરેશ મહેશ્વરી
2 બનાસકાંઠા પરબતભાઈ પટેલ પરથીભાઈ ભટોળ
3 પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
4 મહેસાણા શારદાબેન પટેલ એ. જે. પટેલ
5 સાબરકાંઠા દિપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર
6 ગાંધીનગર અમિત શાહ સી. જે. ચાવડા
7 અમદાવાદ પૂર્વ હસમુખ. એચ. પચેલ ગીતાબેન પટેલ
8 અમદાવાદ પશ્ચિમ(SC) ડૉ. કિરીટ સોલંકી રાજુ પરમાર
9 સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુંજપરા સોમા ગાંડા પટેલ
10 રાજકોટ મોહનભાઈ કુંડારિયા લલિત કગથરા
11 પોરબંદર રમેશ ધડૂક લલિત વસોયા
12 જામનગર પૂનમબેન માડમ મુળુભાઈ કંડોરીયા
13 જૂનાગઢ રાજેશ ચૂડાસમા પૂંજાભાઈ વંશ
14 અમરેલી નારણભાઈ કાછડિયા પરેશ ધાનાણી
15 ભાવનગર ડૉ. ભારતીબેન શિયાળ મનહર પટેલ
16 આણંદ મિતેષ પટેલ (બકાભાઈ) ભરતસિંહ સોલંકી
17 ખેડા દેવુસિંહ ચૌહાણ બિમલ શાહ
18 પંચમહાલ રતનસિંહ રાઠોડ વી. કે. ખાંટ
19 દાહોદ (ST) જશવંતસિંહ
રાઠોડ
બાબુ કટારા
20 વડોદરા રંજન બહેન ભટ્ટ પ્રશાંત પટેલ
21 છોટા ઉદેપુર (ST) ગીતાબેન રાઠવા રાઠવા રણજિતસિંહ
22 ભરૂચ મનસુખ વસાવા શેરખાન પઠાણ
23 બારડોલી (ST) પ્રભુભાઈ વસાવા ડૉ. તુષાર ચૌધરી
24 સુરત દર્શનાબેન જરદોશ અશોક અધેવાડા
25 નવસારી સી. આર. પાટિલ ધર્મેશ પટેલ
26 વલસાડ (ST) ડૉ. કે. સી. પટેલ જીતુ ચૌધરી
READ  Gir-Somnath : Body of fisherman who died in Pak jail, brought to Gujarat - Tv9 Gujarati

 

Oops, something went wrong.
FB Comments