આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો ત્યારે હવે આશાબેન કયા પક્ષમાં જોડાયા છે તેને લઇને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા.

 

 

જો કે છેલ્લાં બે દિવસથી ટીવી9ને તેના સુત્રો સતત કહેતાં હતાં કે ડો. આશા પટેલ ભાજપનો ખેસ પકડશે પરંતુ જે પક્ષે તેમને ધારાસભ્ય તરીકે બેસાડ્યાં તેની સાથે જ વિશ્વાસઘાત કરનારા ડો. આશા પટેલ હંમેશા નેતાની જ ભાષા બોલતાં રહ્યાં કે તેઓ ભાજપમાં નહિ જોડાય. જો કો આજે સાંજે ઊંઝા ખાતે આવેલા એક રિસોર્ટ કે જે ભાજપના જ એક કાર્યકરનો છે ત્યાં કેટલાંક કાર્યકરો સાથે તેમણે બેઠક કરી અને પોતે ભાજપમાં જોડાશે તેવી જાહેરાત કરી. જો કે જાહેરાત કરતી વખતે તેમણે પોતાનો કોંગ્રસ પ્રત્યેનો બળાપો ઠાલવ્યો હતો.

READ  વડોદરા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓની સાથે ગેરવર્તુણુંક કર્યાનો આક્ષેપ, પ્રેકટીકલ પરીક્ષામાં ન પુછવાના પૂછ્યા સવાલો, જુઓ VIDEO

ડો. આશા પટેલ એક જનપ્રતિનિધી તો હતાં જ પણ સાથે – સાથે વિસ્તારનાં નેતા હોવાથી એક નેતા હંમેશા જુઠ્ઠું બોલતો હોય તેવી અપેક્ષા હોય તેવી જ સ્થિતી ડો. આશા પટેલના કિસ્સામાં જોવા મળી. જો કે આખાયે કિસ્સામાં ટીવી9ના સુત્રો સાચા ઠર્યાં અને ડો. આશા પટેલ ખોટાં પડ્યાં.

[yop_poll id=1185]

Oops, something went wrong.
FB Comments
About Nirmal 11 Articles
NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.