સુરતીઓ આનંદો! તમારી મહેનત રંગ લાવી. સુરત એરપોર્ટથી ઉડાન ભરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો સૌપ્રથમ આં.રા. ફ્લાઈટ કયા દેશની

સુરતના લોકો માટે ખુશીના સમાચાર છે. વર્ષોથી જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સપનું 30મીએ પૂરૂ થશે. 30 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે.

જે બાદ સુરત શારજહાંની પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી મળશે. સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાવવા માટે સાંસદ સીઆર પાટીલની મહેનત આખરે રંગ લાવી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી. એર ઈન્ડિયા એક્સપ્રેસે સુરતથી શારજહાંનું બુકિંગ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ઉપરાંત સુરતના વિકાસમાં પીએમ મોદીએ અંગત રસ દાખવ્યો તેને લઈને આભાર પણ વ્યક્ત કર્યો હતો.

READ  Fake, forged stamp paper racket busted - Tv9 Gujarati

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર વિમાનોને લેન્ડ થવા માટે મોટા બિલ્ડિંગો નડતરરૂપ હતા. તો ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી મળે તે માટે અનેક વાયદાઓ આપવામાં આવ્યા હતા. જોકે, ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી અધ્ધરતાલ હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થાય તે માટે સુરત એરપોર્ટ એક્શન કમિટી પણ લડત ચલાવી રહી હતી. તો કનેક્ટિવિટી માટે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. ત્યારે ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી મળતા સુરતીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

READ  ભારતીય રેલવે દ્વારા તૈયાર કરાયો 100 દિવસનો એક્શન પ્લાન, આ સુવિધાથી આવકમાં બમણો વધારો કરવામાં આવશે

જુઓ VIDEO:

સુરત એરપોર્ટને મળશે ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી
સુરત એરપોર્ટથી ઉડાન ભરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ
30 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ
પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે લોકાર્પણ
સુરતથી શારજહાંની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પીએમ આપશે લીલીઝંડી
એર ઈન્ડિયા એક્સપ્રેસે બુકિંગની કરી શરૂઆત
નવસારીના સાંસદ સીઆર પાટીલે આપી માહિતી

સુરતને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી
સુરત એરપોર્ટથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ
30 જાન્યુઆરીએ એરપોર્ટનું લોકાર્પણ
પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે લોકાર્પણ
સુરતથી શારજહાંની પ્રથમ ફ્લાઈટ

READ  તેલંગાણાના મુખ્યમંત્રીનો દાવો, મનમોહન સિંહની સરકારમાં થઈ હતી 11 સર્જીકલ સ્ટ્રાઈક

[yop_poll id=605]

Oops, something went wrong.
FB Comments