નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો

finance-minister-presented-the-longest-budget-speech

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ 2020-21 માટે બજેટની રજૂઆત કરી છે. આ બજેટની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડી દીધો હતો. વર્ષ 2003માં જસવંત સિંહ દ્વારા સતત 2 કલાક અને 13 મિનિટ સુધીનું બજેટ ભાષણ કર્યું હતું. ત્યારે નિર્મલા સિતારમણે 2 કલાક 40 મિનિટ સુધી બજેટ ભાષણ આપી જસવંત સિંહનો રેકોર્ડ તોડી દીધો છે. નિર્મલા સીતારમણ ઈન્દીરા ગાંધી પછી સતત બે વખત બજેટ રજૂ કરનારા બીજા મહિલા નાણા પ્રધાન છે.

READ  Budget 2020: ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શું જાહેરાત કરશે?

Image result for budget 2020"

આ પણ વાંચોઃ હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી

1) વર્ષ 2020માં નિર્મલા સીતારમણે આપ્યું 2 કલાક 40 મિનિટનું બજેટ ભાષણ
2) વર્ષ 2003માં જસવંત સિંહે 2 કલાક 13 મિનિટ સુધી ભાષણ આપ્યુ જે બીજા ક્રમ પર છે
3) વર્ષ 2014માં અરુણ જેટલીએ 2 કલાક 10 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું હતું.

READ  બજેટ 2020 પહેલા સરકારને મોટી રાહત, GST કલેક્શન 1 લાખ કરોડને પાર પહોંચ્યુ

આ પ્રધાનમંત્રીએ પણ બજેટ રજૂ કર્યા હતા

અત્યાર સુધી સંસદમાં ભારતના ત્રણ પ્રધાનમંત્રીઓ દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે. જેમાં જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ પ્રધાનમંત્રી તરીકે બજેટની રજૂઆત કરી હતી. વર્ષ 1970માં ઈન્દીરા ગાંધી બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા નાણા પ્રધાન હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અરુણ જેટલીની તબિયત લથડી, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments