હવે પોલીસની નથી જરૂર, માત્ર 5 મિનિટમાં 6 સ્ટેપ્સ ફૉલો કરી શોધી નાખો તમારો ખોવાઈ કે ચોરી થઈ ગયેલો સ્માર્ટફોન

સ્માર્ટફોન ખોવાઈ જાય ત્યારે ભલભલા હાંફી જાય. હેરાન-પરેશાન થઈ જાય. જો તમે પણ એ લોકોમાંના જ એક છો જેને સ્માર્ટફોન ખોવાઈ જાય તેવો સતત ડર રહ્યાં કરે છે તો આજે અમે તમને એક એવી ટ્રીક કહીશું જેનાથી તમે ખોવાઈ ગયેલો તમારો એન્ડ્રોઈડ સ્માર્ટફોન પણ ટ્રેક કરી શકશો.

સ્માર્ટફોન આપણા સૌની જિંદગીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જરૂરિયાતના તમામ કામ હવે લગભગ એક સ્માર્ટફોનથી થઈ જાય છે. પરંતુ શું ક્યારેય તમે વિચાર્યું છે કે જો તમારો સ્માર્ટફોન ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો તો તમે શું કરશો.

મોટા ભાગના કિસ્સાઓમાં એવું જ થાય કે લોકો ગભરાઈ જાય અને ખબર ન પડે તે આખરે ખોવાઈ ગયેલો ફોન શોધવો કઈ રીતે.

આજે અમે તેમને એવી ટ્રિક કહીશું જેનાથી ખોવાઈ ગયેલો તમારો સ્માર્ટફોન સરળતાથી શોધી શકશો. જેવી રીતે એપ્પલનું ફાઈન્ડ માય ફોન ફીચર છે તેવી જ રીતે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ફાઈન્ડ યોર ફોન ફીચર છે. આ ફીચર તમારી મૂવમેન્ટ પર નર રાખે છે અને તમામ રેકોર્ડ રાખે છે. અને જરૂરિયાત આવતા ગૂગલ મેપની મદદથી તમે તમારા ફોનનું લોકેશન જાણી શકો છો. તો આવો જાણીએ આ ફીચર કેવી રીતે કામ કરે છે અને તેનો ફાયદો લેવા તમારે શું પ્રક્રિયા કરવી પડશે.

શું છે જરૂરી?

  • સૌથી પહેલા તો તમારી પાસે કોઈ બીજો સ્માર્ટફોન કે કમ્પ્યૂટર હોવું જોઈએ
  • સારી સ્પીડ ધરાવતું ઈન્ટરનેટ કનેક્શન
  • તમારા ગૂગલ અકાઉન્ટનું લૉગ-ઈન આઈડી અને પાસવર્ડ

આ સરળ સ્ટેપ્સને અનુસરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
  • તમારા સ્માર્ટફોન કે કમ્પ્યૂટર પરથી www.maps.google.co.in સાઈટ ખોલો
  • પછી તમે તમારા ખોવાઈ ગયેલા સ્માર્ટફોનના ગૂગલ અકાઉન્ટથી આ સાઈટ પર લૉગ-ઈન કરો

  • ત્યારબાદ ઉપરની જમણી બાજુ કોર્નરમાં આપેલી ત્રણ લાઈટને ટેપ કરો
  • જે તમને યોર ટાઈમલાઈનનો વિકલ્પ આપશે. તેને સિલેક્ટ કરો
  • જે દિવસની ડિવાઈસનું લોકેશન તમે જોવા ઈચ્છો છો તે વર્ષ, મહિના અને દિવસની માહિતી નાખો
  • ત્યારબાદ ગૂગલ મેપ્સ તમારી એ દિવસની લોકેશન હિસ્ટ્રી સામે મૂકી દેશે. આટલું જ નહીં, આ ફીચર ડિવાઈસની કરન્ટ લોકેશનની જાણકારી પણ તમને આપી દેશે

આ પણ વાંચો: તમારા મોબાઈલની બેટરી બહુ જલ્દી પતી જાય છે? આ હોઈ શકે કારણો, જાણો સરળ ઉપાયો જેનાથી તમારા મોબાઈલની બેટરી ચાલશે લાંબી

જોકે જો તમે ઈચ્છો છો કે આ ફીચર તમારી ડિવાઈસ પર યોગ્ય રીતે કામ કરે અને ખોવાઈ કે ચોરાઈ જાય ત્યારે તમારો ફોન ક્યાં ક્યાં ફર્યો છે તેની બધી માહિતી મળી જાય તો તેના માટે આ ડિવાઈસની લોકેશન સર્વિસ હંમેશાં ઑન રાખવી પડશે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Narendra Modi will become PM again no matter how many political parties form alliance: Suresh Prabhu

FB Comments

Hits: 3847

Comments are closed, but trackbacks and pingbacks are open.