કેમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નોંધાઈ પોલીસ ફરિયાદ? જાણો વિગત

fir-against-congress-chief-sonia-gandhi-in-karnatakas-shivamogga-over-tweets-on-pm-cares-fund

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર FIR દાખલ કરવામાં આવી છે અને તેને લઈને રાજનીતિ ગરમાઈ છે. આ ફરિયાદ શિવમોગા જિલ્લામાં કર્ણાટક ખાતે દાખલ કરવામાં આવી છે. પીએમ કેયર્સ ફંડને લઈને વિવાદ થયો હતો અને તે કિસ્સામાં કોંગ્રેસે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને લઈને જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે ઘણાં દિગ્ગજ નેતાઓ આ ફરિયાદ પરત ખેંચવામાં આવે તે માટે યેદિયુરપ્પા સરકારને સંપર્ક કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતના ટેક્ષટાઇલ વેપારીની 22 વર્ષની દીકરી સંસાર છોડી બની સાધ્વી, ક્યારેક Indian Idol બનવાનું હતું સપનું

fir-against-congress-chief-sonia-gandhi-in-karnatakas-shivamogga-over-tweets-on-pm-cares-fund


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલાં ટ્વીટમાં કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું હતું કે પીએમ કેયર નામથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફંડ જનતા માટે નથી. પ્રધાનમંત્રી કેયર માટે જ બનાવવામાં આવ્યું છે. જો ભાજપની સરકારમાં જનતાની કેયર કરવાની ઈચ્છાશક્તિ હોય તો રસ્તાઓ પર મજૂરોના કાફલા ના હોય. આમ આ ટ્વીટના આધારે ફરિયાદ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું કે આ ટ્વીટ દ્વારા પીએમ કેયર ફંડને ફ્રોડ કહેવામાં આવ્યું.

READ  VIDEO: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ લીધો ભોગ

આ પણ વાંચો :   સુરત: ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ના ફોર્મ લેવા માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ફરિયાદ વકીલ પ્રવીણ કેવી દ્રારા દાખલ કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ કેયર ફંડ વિરુદ્ધ કોંગ્રેસે અફવાહ ફેલાવી. આ કોંગ્રેસનું ટ્વીટર હેન્ડલ હોવાથી ફરિયાદ સોનિયા ગાંધીના નામ પર કરવામાં આવી છે. જો કે આ ફરિયાદ બાદ રાજનીતિ ગરમાયી છે.

READ  હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સિંધિયાએ પહેલીવાર મીડિયાના સવાલનો આપ્યો જવાબ!

 

FB Comments