રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે દાખલ કરી ફરીયાદ

કોંગ્રેસે છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની વિરુદ્ધમાં કેસ કર્યો છે. તેમની પર રાહુલ ગાંધીની વિરુદ્ધમાં કથિત રીતે ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીનું અપમાન કરવાનો કોઈ જ અધિકાર તેમને નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  મશહુર ડાંસર અને સિંગર સપના ચૌધરી પણ હવે કરશે રાજનીતિ, આ પાર્ટીમાં જોડાયા

કોંગ્રેસે ભાજપના રાજ્યસભાના સાંસદની વિરોધમાં કાર્યવાહી કરીને કાનૂની રીતે લડી લેવા કમાન કસી છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ખોટા નિવેદનો આપીને તેઓની છબીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.  આથી કોંગ્રેસના પોતાના વિવિધ રાજ્યોમાંથી સ્વામીની સામે પોલીસ ફરીયાદ દાખલ કરી રહી છે. જેમાં હાલ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નકલી દવાથી રહો સાવધાન! મેડિકલ સ્ટોરમાંથી થઈ રહ્યું છે દવાનું વેચાણ, જુઓ VIDEO

 

પોલીસ મહાનિર્દેશક શંકર લાલ બઘેલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ પવન અગ્રવાલે શનિવારની રાતે પત્થલગાવ પોલીસ સ્ટેશમાં ફરીયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાને આવી કોઈપણ વાત કહેવાનો કોઈ અધિકાર નથી. સ્વામી પોતે જ જાણે છે કે આ નિવેદન જે તેમને આપ્યું છે તે ખોટું છે. સ્વામી દ્વારા આ નિવેદન રાજકીય રીતે રાહુલ ગાંધીની છબી ખરાબ કરવા અને લોકોની શત્રુતા તેમની સામે વધે તે માટે આપવામાં આવ્યું છે.

READ  VIDEO: રાજ્યમાં હિંસા પાછળ કોંગ્રેસનો હાથ! ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુબ્રમણ્ય સ્વામીએ રાહુલ ગાંધી પર કોકિન લેવાનો આરોપ લગાવ્યો છે. આમ નશીલા પદાર્થના સેવનને લઈને આ વિવાદ ઉભો થયો છે. સ્વામીના નિવેદનથી કોંગ્રેસની વિવિધ વિંગ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી રહી છે.

 

Oops, something went wrong.
FB Comments