સુરત: રઘુવીર કોમ્પ્લેક્ષમાં ફરી આગના લપકારા દેખાયા, આગના 28 કલાક છતાં નથી મેળવાયો કાબૂ

Fire breaks out again in Raghuvir Textile Market, Surat surat raghuvir complex ma fari aag na lapkara dekhaya aag na 28 kalk chata nathi medvayo kabu

સુરતના રઘુવીર સિલિયમ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી. કાપડના મટિરિયલમાં રહી રહીને હજુ પણ આગ ભભૂકી રહી છે. ફાયર બ્રિગેડના જવાનો કલાકોથી ખડેપગે છે અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે બીજીતરફ સુરતના કલેક્ટરે મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરત અગ્નિકાંડની તપાસ અંગે પોલીસ કમિશનરનું નિવેદન, 22 પરિવારને ન્યાય ક્યારે?

બિલ્ડિંગનું બીયુસી રદ કર્યા બાદ આજે ઈમારતનો પ્લાન પણ રદ કરાયો છે. બિલ્ડિંગમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક તારણ પ્રમાણે આ આગ શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ મોટું નુક્સાન થયું છે. મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે કે બિલ્ડિંગના સ્ટ્રક્ચરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જરૂર લાગશે તો બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે.

READ  Ahmedabad: Theft of ATM machine reported in Narol


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે વીજ કનેક્શનના પુરાવાઓની તપાસ કરવાના આદેશ પણ અપાયા છે. બંછાનિધીએ કહ્યું કે બિલ્ડિંગના સ્ટ્રક્ચર માટે રિપોર્ટ તૈયાર કરી ડિમોલિશન કરવું કે નહીં તેના પર નિર્ણય લેવામાં આવશે. આજે તંત્ર, બિલ્ડર અને આર્કિટેક્ટ એસોસિએશન સાથે બેઠકમાં ચર્ચા કરીને બિલ્ડિંગના એલિવેશન બાબતે નિર્ણય લેવામાં આવશે. ઈમારતનું બીયુસી તો ગઈકાલે જ રદ કરવામાં આવ્યું હતું. આજે બિલ્ડિંગનો પ્લાન પણ રદ કરવામાં આવ્યો છે.

READ  લગ્નમાં બેન્ડવાજાવાળા પણ આપી રહ્યાં છે શહીદોને શ્રધ્ધાંજલિ, ગીતો વગાડતાં પહેલાં આવી રીતે કરે છે શહીદોને યાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments