VIDEO: અમદાવાદમાં BRTS બસમાં અચાનક લાગી આગ, 30થી વધુ મુસાફરો બસમાં હતા સવાર

અમદાવાદમાં BRTS બસમાં આગની ઘટના સામે આવી છે. ખમાસા વિસ્તારમાં ચાલુ BRTS બસમાં આગ લાગી હતી. મહત્વનું છે કે બસમાં આગ લાગી તે સમયે બસમાં 30થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બસ અચાનક ભડકે બળવા લાગતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ પણ વાંચો: વિશ્વમાં ભારતનો ડંકો: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ટેસ્ટમાં કોઈએ ન રચ્યો હોય તેવો ઈતિહાસ, જાણો જાડેજાની ઝડપના પરાક્રમ વિશે

જો કે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયરવિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બસમાં આગ ક્યા કારણોસર લાગી હતી તે વિશે હાલ કોઈ માહિતી મળી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરત બાદ અમદાવાદમાં પણ BRTS બસ બેફામ બની, 2 યુવકોને અડફેટે લેતાં બંનેના ઘટનાસ્થળે મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments