લોકો કેમ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાને કહી રહ્યાં છે ‘દંભી’? જુઓ વીડિયો

પ્રિયંકા ચોપરા લોકોને ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે અને પોતે શું કરી રહી છે?

બૉલિવૂડ દેસી ગર્લ પ્રિયંકા અને ઈન્ટરનેશનલ સ્ટાર નિક જોનસની 1 ડિસેમ્બરે ક્રિશ્વિયન રિવાજોથી લગ્ન થયા. જેને લઈને જોધપુરના તાજ ઉમેદ ભવન પેલેસમાં જોરદાર આતશબાજી કરવામાં આવી. પરંતુ ઉમેદભવનમાં થયેલી આતશબાજીના કારણે પ્રિયંકા-નિકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. અને ખાસ કરીને પ્રિયંકાને લઈને લોકો અલગ અલગ ટિપ્પણી કરીને તેને ઢોંગી અને દંભી કહેવામાં આવી રહી છે.

જુઓ વીડિયો:

લોકો કેમ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાને કહી રહ્યાં છે ‘દંભી’? જુઓ વીડિયો

લોકો કેમ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાને કહી રહ્યાં છે ‘દંભી’? જુઓ વીડિયો Why anti-pollution campaigner Priyanka Chopra Is Getting Trolled ?Priyanka Chopra

Posted by TV9 Gujarati on Sunday, December 2, 2018

આખરે કેમ સોશિયલ મીડિયા પર પ્રિયંકાને લોકો કહી રહ્યાં છે દંભી?

થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપરાએ લોકોને ફટાકડાં ફોડવાથી દૂર રહેવાની અપીલ કરી છે. એક અભિયાન અંતર્ગત પ્રિયંકાએ કહ્યું હતું કે દિવાળીમાં લોકો ફટાકડાથી દૂર રહે. અને જ્યારે કે બીજી બાજુ તેના જ લગ્નમાં ઘણાં લાંબા સમય સુધી જોધપુરવાસીઓએ ભવ્ય આતશબાજી નિહાળી.

એટલું જ નહીં, રસપ્રદ તો એ છે કે નેશનલ પોલ્યુશન કન્ટ્રોલ ડે પર ગાયક એ.આર.રહેમાને પણ આ ટ્વીટ રીટ્વીટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અસ્થમાનો સામનો કરી રહેલા લોકો માટેના એક અભિયાન બ્રેથફ્રીની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેવામાં જ્યારે તેના લગ્નમાં જ આટલી ભવ્ય આતશબાજી કરવામાં આવી ત્યારે ટ્વિટર પર લોકોએ તેને દંભી અને ઢોંગીનું બિરૂદ આપ્યું.

 

આ ઘટનામાં એક વાત તો ચોક્કસ છે કે બૉલિવૂડ સેલિબ્રિટીઝના ખાવાના અને દેખાડવાના દાંત અલગ અલગ હોય છે. જ્યારે લોકોને સલાહ આપવાની વાત હોય કે કોઈ મેસેજ આપવાની વાત હોય ત્યારે તેમાં અવ્વલ, જેથી સમાજમાં તેમની સારી ઈમેજ ઊભી થાય. પરંતુ ખરેખર, જ્યારે તેમણે જ આપેલી સલાહ તેમણે જ અનુસરવાની આવે ત્યારે ભૂતકાળમાં તેમણે આપેલા સ્ટેટમેન્ટ્સ યાદ કરવાની પણ તસ્દી નથી લેતા.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat airport's joint general manager caught red handed while taking bribe- Tv9

FB Comments

Hits: 373

Comments are closed, but trackbacks and pingbacks are open.