જામિયામાં ગોળીબાર: જાણો અમિત શાહ સહિતના નેતાઓએ આ બાબતે શું કહ્યું?

firing-in-jamia-shooting-gopal-amit-shah-tweet-matter-will-be-taken-seriously-guilty-will-not-be-spared-

નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હીની જામિયા યુનિવર્સિટી ખાતે એક માર્ચ યોજવામાં આવી હતી અને તે રાજઘાટ સુધી જઈ રહી હતી. જો કે આ માર્ચમાં ગોપાલ નામના એક યુવકે આવીને હવામાં ગોળીબાર કર્યો હતો. આ સિવાય એક ગોળી પ્રદર્શન કરી રહેલાં એક વ્યક્તિને પણ લાગી હતી. જે બાદ પ્રદર્શન વધારે ઉગ્ર બની ગયી છે તો વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે દિલ્હીની સુરક્ષાને લઈને યુદ્ધ છેડાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશના ગૃહમંત્રી અમિત શાહે આ અંગે એક ટ્વીટ કર્યું અને લખ્યું કે આ કેસમાં કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આવી કોઈ જ ઘટનાઆનો સરકાર સહન કરી લેશે નહીં.

આ પણ વાંચો :   કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં પોતાના ગુસ્સો ઠાલવ્યો. તેઓએ આ ઘટના માટે ભાજપના નેતાઓને જવાબદાર ગણાવ્યા.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટે કરીને લખ્યું કે ચૂંટણીથી ભાજપ ડરી ગયી છે અને તે દિલ્હીની ચૂંટણી રદ થાય તેવા પ્રયાસો કરી રહી છે. આમ આ ઘટનાને આમ આદમી પાર્ટીના નેતાએ પણ રાજકીય રંગ આપ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શિમલામાં થઇ રહ્યો છે બરફનો વરસાદ ત્યારે બીજીતરફ ગુજરાતમાં થઇ રહ્યો છે નોટોનો વરસાદ

 

 

રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જે ઘટના બની તે અંગે કહ્યું કે ભારતની રાજધાની દિલ્હીમાં દિવસમાં આ ઘટના પોલીસની સામે બની છે. જે ખરેખર નિંદનીય છે.

એઆઈએમઆઈએમ ચીફ અને હૈદરાબાદથી સાંસદ એવા અસુદુદ્દીન ઓવેસીએ ટ્વીટ કરીને કહ્યું કે આ કાયરતાથી અમે ડરવાના નથી. પ્રદર્શન ચાલુ જ રહેશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જામિયામાં થયેલાં ગોળીબાર અંગે કહ્યું કે આ દિલ્હીમાં શું થઈ રહ્યું છે? દિલ્હીની કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. કાયદા અને વ્યવસ્થાને સંભાળી લો. આમ કેજરીવાલે અમિત શાહની સામે આ વેધક સવાલ કર્યો હતો.

READ  JNU હિંસા : 40-50 અજાણ્યા લોકો આવ્યા હોવાની વાત દિલ્હી પોલીસે સ્વીકારી, નોંધી FIR

 

ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસે ગોપાલની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કેસ પણ દાખલ કર્યો છે.  ગોપાલે આ ફાયરિંગ કર્યા પહેલાં જ ફેસબુક પર જાહેરાત કરી દીધી હતી કે તેઓ કંઈક કરવા જઈ રહ્યાં છે.

READ  અમદાવાદના સલામતી સપ્તાહની ઉજવણીમાં સલામતીની શીખ આપનારાં જ સલામતીનું ભાન ભુલ્યાં!

 

Oops, something went wrong.
FB Comments