ભરુચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ફિરોઝ ગાંધીની મિલકત હોવાના પુરાવા મળ્યા, સ્થાનિક પારસી લોકોએ વધુ તપાસ હાથ ધરી

ચૂંટણીના માહોલ વચ્ચે લોકોના મત મેળવવા માટે નેતાઓ સારુ સારુ બોલતા હો છે અને ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પણ નેતા બોલવાનું ચૂકતા નથી. જો રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે પછી પ્રિયંકા ગાંધી એમ કહે તેઓ તો ગુજરાતી છે તો તમને નવાઈ લાગશે ને પણ એક કારણથી તેઓ સાચા ઠરી શકે છે. 

ગાંધી પરિવારને લગતી એક મોટી હકીકત ગુજરાતમાં સામે આવી છે. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં સોનિયા ગાંધીના સસરા ફિરોઝ ગાંધીના પરિવારની મિલ્કત મળી આવી છે જે જોતા ગાંધી પરિવાર પોતે ગુજરાતી છે એમ કહે તો કોઈ નવાઈ નહીં. આ બાબતે સ્થાનિક પારસી સમુદ્દાયના લોકોએ વધુ તપાસ હાથ ધરી છે.

કોંગેસી અધ્યક્ષા સોનિયા ગાંધી ઇટલીના હોવાના કારણે તેમને  અનેકવાર વિવાદો અને કટાક્ષોનો સામનો કરવો પડ્યો છે.  ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં દોઢસો વર્ષ જૂની એક મિલ્કત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના વડવાઓની હોવાની હકીકત સામે આવી છે. સ્થાનિક પારસીઓએ મિલ્કતની તપાસ અને અગિયારીના સંરક્ષણ માટે આ મિલ્કત ખરીદી લઇ અભ્યાસ શરુ કર્યો છે. વડવાઓની વાતોના આધારે આ મિલ્કત ફિરોઝ ગાંધીના પરિવારની હોવાનું બહાર આવતા દસ્તાવેજોની શોધખોળ શરુ કરાઈ છે.
ભરૂચ પારસી પંચાયતના અધ્યક્ષ હોમી હોમાવાલાનું કહેવું છે કે આ મકાનના છેલ્લે દસ્તુર રહેતા હતા.  જેઓનું થોડા સમય અગાઉ 90 વર્ષની વયે નિધન થયું હતું.  દસ્તુર કહેતા હતા કે ફિરોઝ ગાંધીના કુટુંબીનું આ મકાન છે.  મકાન સૈકા જૂનું છે માટે તપાસ ચાલી રહી છે. વરુણગાંધી આ મકાનની મુલાકાત લઇ ચુક્યા છે.
ફિરોઝ ગાંધી એક પારસી હતા. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓએ વેપારી વડું મથક તરીકે ભરૂચની પસંદગી કરતા મોટી સંખ્યામાં પારસીઓ ભરૂચમાં વસ્યા હતા જેમાં ફિરોઝ ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે. જેતે સમયે પાલિકા અને સીટીસર્વે કચેરીઓ  અસ્તિત્વમાં ન હોવાથી સ્પષ્ટ પુરાવા મળ્યા નથી પરંતુ પારસી સજ્જનોની વાયકા અને અંગ્રેજ સાશનના દસ્તાવેજમાં ગાંધી પરિવારના ઉલ્લેખના આધારે આ હકીકત સ્વીકારવામાં આવી છે.
સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ પણ વાતને સમર્થન આપી આ મિલ્કત એક સ્મારક બને તેવી માંગ કરી રહ્યા છે. સ્થાનિક અગ્રણી હાજી સઈદનું કહેવું છે કે આ મકાને વિસ્તારની ગરિમા વધારી છે અહીં સ્મારક બનવું જોઈએ.
FB Comments

Ankit Modi

Read Previous

અમદાવાદ YMCA ક્લબ ખાતે જોન જીવર્ગીસના પુસ્તક ‘પુરૂષાર્થની પરિક્રમા’નું કરાયું વિમોચન

Read Next

લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ હવે સતર્ક, આંતરરાજ્ય ચેક-પોસ્ટ પર 20 ટીમ કરી રહી છે ‘રાઉન્ડ ધ ક્લોક’ ચેકિંગ

WhatsApp chat